તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપના આગેવાનો સાથે બેઠક યોજશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પક્ષના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ઉપસ્થિત રહેશે

અમિત શાહ, રામનાથ કોવિંદ 15 જુલાઈએ ગુજરાતના પ્રવાસે

અમરનાથમાંગુજરાતના યાત્રાળુઓ પર થયેલા આતંકી હુમલાને કારણે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામનાથ કોવિંદનો ગુજરાત પ્રવાસ મોકૂફ રખાયો હતો. જે હવે એક દિવસ માટે પુન: આયોજિત કરાયો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના જણાવ્યા અનુસાર અમિત શાહ અને રામનાથ કોવિંદ આગામી 15 જુલાઈના રોજ અમદાવાદ આવી રહ્યા છે. મુખ્યમંત્રી, ઉપ મુખ્યમંત્રી સહિતન મંત્રીમંડળના સભ્યો, પ્રદેશ આગેવાનો અને વિવિધ સમાજ દ્વારા તેમનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવશે. ત્યાર બાદ કોવિંદ અને અમિત શાહ ગાંધીનગર સ્વર્ણિમસંકુલ ખાતે ભાજપના ધારાસભ્યો, સાંસદો, પ્રદેશ કોર ટીમ સહિતના આગેવાનો સાથે બેઠક યોજશે. જેમાં પક્ષના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ઉપસ્થિત રહેશે. બેઠકના અંતે ત્રણયે આગેવાનો રાત્રીના દિલ્હી પરત જશે.

અન્ય સમાચારો પણ છે...