તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હળવદ પાસે દરબારો અને ભરવાડોના જૂથ વચ્ચે અથડામણ

હળવદ પાસે દરબારો અને ભરવાડોના જૂથ વચ્ચે અથડામણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ જૂથ અથડામણને પગલે STની 7 બસ ફસાઈ

ત્રણ ડીઆઈજી કક્ષાના અધિકારીઓને જવાબદારી સોંપી

હળવદ અથડામણ: આસપાસના વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ

મોરબીના હળવદ પાસે ગુરૂવારે બપોરે દરબારો અને ભરવાડોના જુથ વચ્ચે અથડામણ થતા રાણાભાઈ બાબુભાઈ શિયાળ (ભરવાડ)ની હત્યા કરાઈ હતી. જ્યારે ખેતા નાગજી, અને વાલા નાગજી ગંભીર રીતે ઘાયલ થતા તેમને મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. ઘટના બાદ ભરવાડોના જુથે 10 થી વધુ બાઈક અને 3 થી 4 ગાળીઓને સળગાવી દિધી હતી. હળવદમાં બનેલી ઘટનાના પડઘા સુરેન્દ્રનગર તેમજ આસપાસના જીલ્લાઓમાં પહોચતા રાજ્યના પોલીસવડા ગીથા જોહરીએ તાત્કાલીક અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરવા માટે ત્રણ ડીઆઈજી કક્ષાના અધિકારીઓને જવાબદારી સોંપી તેમને તુરંત અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોચવા રવાના થવાના આદેશ કર્યાં હતાં. ડીજી ગીથા જોહરીએ ડીઆઈજી બ્રિજેશ ઝાને ધાંગ્રધ્રા, ડીઆઈજી અજય ચૌધરીને મોરબી અને આઈજી ડી.એન.પટેલને હળવદની જવાબદારી સોંપાઈ છે.

હળવદ અથડામણને પગલે ધ્રાંગધ્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.

અમદાવાદ: મોરબી અને હળવદ ખાતે દરબારો અને ભરવાડો વચ્ચે થયેલા જૂથ અથડામણને પગલે સૌરાષ્ટ્ર તરફથી આવતી જતી એસટી બસ સેવા ખોરવાઈ ગઈ હતી. મોડી સાંજે થયેલી અથડામણને પગલે હળવદથી અમદાવાદ તરફ આવતી 7 જેટલી એસટી બસ અથડામણ વચ્ચે ફંસાઈ ગઈ હતી. જો કે બસના ડ્રાઈવરો સલામત રીતે નજીકના પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. જ્યાંથી તમામ બસોને પોલીસ બંદોબસ્ત સાથે સુરક્ષિત હાઈવે સુધી પહોંચાડવામાં આવી હતી. વધુમાં નિગમના સચિવે જણાવ્યું કે, ધ્રાંગધ્રા અને હળવદ ડેપોની બસો ડેપોમાં મોકલવાના બદલે હાઈવેથી બાયપાસ રિંગ રોડ થઈ રવાના કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...