તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આજે અને શનિવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી

આજે અને શનિવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતઉપર લો પ્રેશર સિસ્મટ અને અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા શુક્રવારથી બે દિવસ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરાઈ છે. બે દિવસ બાદ વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે તેમ છતાં 5 દિવસ સુધી ભારે વરસાદી ઝાપટા ચાલુ રહે તેવી શક્યતા છે. ગુરુવારે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાન વધતા લોકોને ગરમીનો અહેસાસ થયો હતો.

હવામાના ખાતાની યાદીમાં જણાવ્યા મુજબ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા ગુજરાત ઉપર અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જે ગુજરાત તરફ આગળ વધી રહી છે. બન્ને સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય થતા અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને રાજ્યના અન્ય ભાગોમાં બે દિવસ સુધી તીવ્ર પવન સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...