તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મેડિકલમાં મેનેજમેન્ટ ક્વોટા ભરવા મુદ્દે સંચાલકો હાઈકોર્ટમાં

મેડિકલમાં મેનેજમેન્ટ ક્વોટા ભરવા મુદ્દે સંચાલકો હાઈકોર્ટમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેડિકલઅને પેરામેડિકલમાં મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો પણ સરકાર દ્વારા ભરવાની નીતિને સંચાલકો દ્વારા હાઇકોર્ટમાં પડકારાઈ છે. જેમાં સરકારના નિયમને રદ્ કરવા માટે સંચાલકોએ દાદ માગી છે ત્યારે સરકારે વાલીઓનું શોષણ અટકાવવા માટે જોગવાઇ આવશ્યક હોવાની રજૂઆત કરી છે. હાઇકોર્ટે વધુ સુનાવણી આગામી સોમવાર પર મુલતવી રાખી છે.

રાજ્ય સરકારે મેડિકલ અને પેરામેડિકલ કોર્સમાં શરૂ કરેલા પિન વિતરણમાં મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો પણ સરકારી રાહે ભરવાની જોગવાઇ અપનાવવામાં આવી છે. મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો સામાન્ય રીતે અલગથી ભરવામાં આવતી હોય છે. તે સંજોગોમાં સરકારે ચાલુ વર્ષે ક્વોટા પણ સરકારી રાહે ભરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવી છે. તે અયોગ્ય હોવાની મેડિકલ- પેરામેડિકલ કોલેજના સંચાલકોએ કરેલી પિટિશનમાં રજૂઆત કરી છે. તેમને બેઠકો તેમની રીતે ભરવાની છૂટ હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે. તે સંજોગોમાં સરકારની નવી નીતિને રદ્ કરવા અને મેનજમેન્ટ ક્વોટાની બેઠકો તેમની રીતે ભરવા દેવા દાદ માગી છે.

સરકાર તરફે એડિશનલ એડવોકેટ જનરલ પ્રકાશ જાનીએ રજૂઆત કરી કે, સંચાલકની ગેરરીતિઓ અંગે ફરિયાદો રાજ્ય સરકારને મળી હતી. મેનેજમેન્ટ કમિટિ દ્વારા ઓછા માર્કસ ધરાવનાર વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપવામાં આવતો હતો. વધારે ફી કે ડોનેશન મેળવીને પ્રવેશ અપાતા હતા. વધુ માર્કસ લાવનાર વિદ્યાર્થીઓને અન્યાય થયો હતો. તેમજ ઓછા માર્કસ લાવનાર વિદ્યાર્થીને પ્રવેશ આપી તેમની પાસેથી મોટી આર્થિક ફી વસૂલવામાં આવતી હતી. પદ્ધતિઓ અટકાવવા માટે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ અગાઉ ચુકાદા આપેલા છે.

અન્ય સમાચારો પણ છે...