તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મેટ્રો રેલનો સ્કાયવૉક જૂની હાઈકોર્ટને જોડશે આશ્રમ રોડ સુધી

મેટ્રો રેલનો સ્કાયવૉક જૂની હાઈકોર્ટને જોડશે આશ્રમ રોડ સુધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ-ગાંધીનગરનેજોડતી મેટ્રો ટ્રેનનું સપનું સાકાર થાય તે પહેલાં તેનો રૂટ વિવાદમાં અટવાયો છે. જૂની હાઈકોર્ટ પાછળ મેટ્રોનું જંક્શન બનાવવાનો નિર્ણય લેવાયો છે, પરંતુ આશ્રમ રોડ અને રિવરફ્રન્ટ પાસે સ્ટેશન બનાવાયું નથી. જોકે, જૂની હાઈકોર્ટથી આશ્રમ રોડ સુધી સ્કાય વૉક બનાવવાનો નિર્ણય લેવાયો છે.

રિવરફ્રન્ટ પર મેટ્રોનું સ્ટેશન હોવાથી મોર્નિંગ વૉકર્સ ગ્રુપ અને સિનિયર સિટીઝન ગ્રુપે રૂટનો સરવે કર્યો હતો. ગ્રુપનું કહેવું છે કે આશ્રમ રોડ અને રિવરફ્રન્ટ પર ભવિષ્યમાં રોજ હજારો લોકો આવે છે ત્યાં મેટ્રો દ્વારા કોઈ સુવિધા અપાઈ નથી. સમસ્યાનો ઉકેલ લાવવા બંને ગ્રુપે મેગા કંપનીમાં અનેક રજૂઆત કરી હતી.

વિશે પૂછતાં મેગા કંપનીના એમડી આઇ. પી. ગૌતમે કહ્યું હતું કે, ‘અમારા પ્લાનમાં વર્ષ 2015થી સ્કાય વૉકનો સમાવેશ કરાયો છે. ગ્રુપ સાથે કોઈ મીટિંગ થઈ નથી.’

ગ્રુપે મેટ્રોના જંક્શન સામે પણ પ્રશ્નો ઊભા કર્યા છે. જૂની હાઈકોર્ટ પાછળ મેટ્રોનું જંક્શન બનશે, પરંતુ રહેણાક વિસ્તાર છે. ઉપરાંત ટ્રાફિકની સમસ્યા પણ વધુ છે. મુખ્ય જંક્શન અહીં બનશે તો નજીકની જમીન કપાતમાં પણ જઈ શકે છે. ગીચ વિસ્તારમાં ભવિષ્યમાં રોજ ૨થી લાખ લોકો અવરજવર કરશે જેનાથી ટ્રાફિક ઉપરાંત પબ્લિક પાર્કિંગની કોઈ સુવિધા હોવાથી પણ મુશ્કેલી સર્જાશે.

મેટ્રો ટ્રેનના રૂટને અનુલક્ષીને ભવિષ્યની શક્યતાઓ અંગે સિનિયર સિટીઝન સ્કોલર્સ ગ્રુપ અને રિવરફ્રન્ટ મોર્નિંગ વૉકર્સ ગ્રુપે કોમર્સ રસ્તાથી સ્વસ્તિક રસ્તા, સી.જી. રોડ, નવરંગપુરા બસ સ્ટેન્ડ, માઉન્ટ કાર્મેલ સ્કૂલથી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને સેલ્સ ટેક્સ ભવન થઈને રિવરફ્રન્ટથી શાહપુર તરફ મેટ્રો જાય તેવો સૂચિત માર્ગ મેગા કંપનીના અધિકારીઓ સમક્ષ રજૂ કર્યો છે.

આશ્રમ રોડ

ડિઝાઇનમાં કોઈ ફેરફાર શક્ય નથી

^મેટ્રોનીડિઝાઇન સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા નક્કી કરાઈ છે, તેમાં હવે ફેરફાર શક્ય નથી. રિવરફ્રન્ટની જે ગલીમાંથી મેટ્રો પસાર થાય છે તેના કરતાં, જે સ્થળે જંક્શન બનાવવાનું છે તે વધુ સાંકડી જગ્યા છે. જેથી અમે મેટ્રો જંક્શનથી રિવરફ્રન્ટ સુધીનો સ્કાય વૉક બનાવી, તેમાં ટ્રાવેલેટર અને એક્સેલેટર બનાવવાનું નક્કી કર્યું છે.’ > અમિતગુપ્તા, જનરલમૅનેજર, મેગા

મેગા કંપનીનો સ્કાયવૉક આવો બની શકે...

અન્ય સમાચારો પણ છે...