તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મિત્તલ પટેલને ‘સમાજ ઉત્કર્ષ’ એવોર્ડ એનાયત થયો

મિત્તલ પટેલને ‘સમાજ ઉત્કર્ષ’ એવોર્ડ એનાયત થયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મનેલાગે છે આપણે જે પણ કંઈ કામ કરીએ તે કામમાં હું કરું છું કે મારાથી થઈ રહ્યું છે તેવા ભાવ વિના કામ થાય તો તેના સારા પરિણામો મળતા હોય છે. ગુજરાતીની કેટલીક એવી કોમો કે જેમના ઘરમાં બેટંક ભોજનના પણ ફાંફા હોય તેવા લોકો માટે થોડુંક અજવાળું કરવાનો જે સંતોષ મળ્યો છે તેનાથી મારા જીવનમાં પણ જાણે કે પ્રકાશ ફેલાયો છે. { મિત્તલપટેલ, સામાજઉત્કર્ષ એવોર્ડ વિજેતા

ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટના ઉપક્રમે મિત્તલ પટેલને ‘સમાજ ઉત્કર્ષ’ એવોર્ડ

વિચરતી જાતિના જીવનમાં અજવાળું લાવવા માટે મિત્તલ પટેલને એવોર્ડ એનાયત થયો છે

િસટી રિપોર્ટર | અમદાવાદ

ગુજરાતવિશ્વકોષ ટ્રસ્ટના ઉપક્રમે બુધવારે મિત્તલ પટેલને ‘સમાજ ઉત્કર્ષ એવોર્ડ’ એનાયત કરાયો હતો. એવોર્ડ સમાહોર પીકે.લહેરીના પ્રમુખ સ્થાને યોજાયો હતો અને તેમાં ડો.કુમારપાળ દેસાઈ અને કવિ માધવ રામાનૂજ ઉપસ્થિત રહ્યાં હતાં. એવોર્ડ સમારોહમાં મિત્તલ પટેલના સામાજિક યોગદાન અંગે વાત કરતા કવિ માધવ રામાનૂજે કહ્યું કે, ‘મૂળ મિત્તલ અમદાવાદમાં આઈએએસ બનવા આવી હતી પણ પછી એક ગામમાં હેરાન થતા ડફેરોના સમાચાર મળ્યા અને આવી કમ્યુનિટી માટે કામ કરવાની ઈચ્છા થતા સમાજિક ક્ષેત્રના ઉત્થાન માટે કામ શરૂ કર્યું. વાદી મદારી સહિતની કમ્યુનિટીના માણસોની સેવા કરતા કરતાં વિચરતી વિમુક્ત જાતિની સુક્ષ્મ સંવેદનામાંથી મિત્તલને સંતોષ મળે છે કંઈક કર્યાનો.’ પીકે લહેરીએ કહ્યું કે, ‘મિત્તલની સેવા પ્રવૃત્તિ કોઈ એવોર્ડની મોહતાજ નથી. મિત્તલ સદવિચાર પરિવારમાં બેસીને વર્ષોથી કામ કરે છે. કોઈ એક દુ:ખદ ઘટના પરથી પ્રેરિત થઈને કોઈ એક કાર્ય માટે સમર્પિત થયા તે કંઈ નાની વાત નથી.

Good Cause
અન્ય સમાચારો પણ છે...