તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોમનવેલ્થ ચેસ ચેમ્પિયનશિપ : અમદાવાદને 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ

કોમનવેલ્થ ચેસ ચેમ્પિયનશિપ : અમદાવાદને 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ડાબેથી) હિયા પંચાલ, તેજસ બાકરે અને ધ્યાના પટેલ

દિલ્હી ખાતેયોજાયેલી કોમનવેલ્થ ચેસ ચેેમ્પિયનશિપ- 2017માં અમદાવાદના તેજસ બાકરેને બ્રોન્ઝ, હિયા પંચાલને સિલ્વર અને ધ્યાના પટેલને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. અમદાવાદના તેજસ બાકરેને ઓપન કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. ગુજરાતે ઓપન કેટેગરીમાં પ્રથમવાર મેડલ મેળવ્યો છે. તેજસ હવે ઓગસ્ટમાં યોજાનારી નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. અમદાવાદની હિયા પંચાલે ગર્લ્સની અંડર-8 કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. જ્યારે ધ્યાના પટેલે અંડર-12 ગર્લ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ઉપરાંત ગર્લ્સ અંડર-10ની કેટેગરીમાં રિદ્ધિ પટેલ ચોથી પોઝીશન પર રહી હતી. આદી જૈન બોયઝ અંડર-10ની કેટેગરીમાં 8મી પોઝીશન પર રહ્યો હતો. ગર્લ્સ અંડર-14 કેટેગરીમાં શિલ્પી મધાની નવમી પોઝીશન પર રહી હતી. મોક્ષ દોશી બોયઝ અંડર-14માં નવમી પોઝીશન અને કર્તવ્ય દસમી પોઝીશન પર રહ્યો હતો. ગર્લ્સ અંડર-16માં નિત્યા લહેરી 44 પોઇન્ટ વધુ મેળવી આઠમી પોઝીશન પર આવી હતી.

Chess Championship

અન્ય સમાચારો પણ છે...