તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કચ્છી ખેડૂતો ઇઝરાયેલી જાતની ખારેકનું ઉત્પાદન કરી શહેરમાં વેચાણ અર્થે આવ્યા

કચ્છી ખેડૂતો ઇઝરાયેલી જાતની ખારેકનું ઉત્પાદન કરી શહેરમાં વેચાણ અર્થે આવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેસર કેરીની વિદાય બાદ કચ્છની ખારેકનો ફ્રૂટ બજારમાં દબદબો

કચ્છનાખેડૂતો હવે વિદેશી જાતની ખારેકની ખેતી તરફ વળ્યા છે. માર્કેટમાં ખારેકની માગ પણ વધુ છે. કચ્છના ખારેક ઉત્પાદન કરતા ખેડૂતો ઇઝરાયેલી જાતની એક્સ્પોર્ટ ક્વોલિટીની ખારેક લઇને અમદાવાદ વેચાણ અર્થે આવ્યા છે. સરકારના સહયોગથી વસ્ત્રાપુર હાટમાં ખારેકનું સીધું વેચાણ થાય છે.

હવે બજારમાં લગભગ કેરીની મોસમ પૂરી થઇ છે. તો ખારેકનું આગમન થયું છે. લાલ અને પીળી એમ બે પ્રકારની ખારેક મળી રહી છે. ત્યારે રાજ્ય સરકારના સહકારથી વસ્ત્રાપુર અમદાવાદ હાટમાં ખેડૂતો દેશી તેમજ ઇઝરાયલી ખારેક લઇને વેચાણ અર્થે આવ્યા છે.

માંડવી મઉના જયદીપ પટેલે કચ્છમાં 7 વર્ષ પૂર્વે ઇઝરાયલની જાતની ખારેક વાવવાનો પ્રયાસ કર્યો હતો. ટિશ્યૂ કલ્ચરવાળી ખારેકમાંથી આજે સારૂ એવું ઉત્પાદન મળે છે. વિદેશી ખારેકનો આજે સિંગાપોર, થાઇલેન્ડ, મલેશિયા અને કેનેડા જેવા દેશોમાં નિકાસ થઇ રહ્યો છે.

મુદ્રાના ભુજપુરના ખેડૂત લક્ષ્મણભાઇ ગઢવી પણ જયદીપભાઇને જેમ ગ્રૂપમા ખેતી કરી રહ્યાં છે. લક્ષ્મણભાઇએ તૈયાર કરેલ ખારેક એક્સપોર્ટ ક્વોલિટીની હોય છે. જે સ્વાદમાં મીઠી કદમાં મોટી અને નાના ઠળિયા વાળી હોય છે. બજારમાં વેચાતી ખારેક 160 રૂપીયે કિલો વેચાતી હોય છે. જ્યારે લક્ષ્મણભાઇ તે ખારેક 100 થી 150 રૂપિયે કિલોના ભાવે અમદાવાદ હાટમાં વેચાણ અર્થે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...