તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ખેતી બેંકમાં મનસ્વી ભરતી પ્રક્રિયા મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન

ખેતી બેંકમાં મનસ્વી ભરતી પ્રક્રિયા મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતનાવિવિધ ભાગોમાં કાર્યરત ખેતી બેંકમાં વિવિધ પોસ્ટ માટે મનસ્વી રીતે અને ડિરેક્ટર્સને વિશ્વાસમાં લીધા વિના ભરતી કરાઈ હોવાના આક્ષેપો સાથે હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવી છે. જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે ખેતી બેંક, સહકાર રજિસ્ટ્રાર સહિત અન્યોને જવાબ રજૂ કરવા આદેશ કરીને કેસ દાખલ કર્યો છે. અગાઉ ખેતી બેંકમાં વિવિધ કેડર માટે કરાયેલી ભરતીમાં બેંકના ડિરેક્ટરો - હોદ્દેદારોએ ભલામણ કરી હોવાના આક્ષેપો થયા બાદ 2016માં ભરતી રદ કરીને બિનશરતી માફી માંગવામાં આવી હતી.

હાઈકોર્ટ સમક્ષ ઈશ્વરભાઈ ચૌધરી અને બાબુભાઈ પટેલે કરેલી પિટિશનમાં એવી રજૂઆત કરી છે કે, ખેતી બેંકમાં કમ્પ્યૂટર ઓપરેટરથી માંડીને ક્લાર્ક, પટવાળા સુધીને કેડર માટે ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ખેતી બેંકમાં ભરતી કરવા અંગે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે 230 કર્મચારીની ભરતી કરવા માટે મંજૂરી અપાઈ હતી. પરંતુ તેની સામે 340 સ્ટાફની ભરતી કરાઈ હતી. નાબાર્ડની ગાઈલાઈન મુજબ ભરતી કરવા અંગે ખેતી બેંકના ચેરમેન સહિત હોદ્દેદારોને સૂચના આપવામાં આવી હતી. અંગે રાજ્યના મંત્રીએ ‘ખોટું ચલાવી લેવાશે નહીં’ તેવું નિવેદન કરવા છતાં ખેતી બેંકમાં કર્મચારીઓની ભરતીમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરાયો હોવાનું બેંકના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...