તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ શીખધર્મના આઠમા ગુરુ ગુર હરકીશન સાબેહજીના અવતાર પુરબની ઉજવણી

અમદાવાદ શીખધર્મના આઠમા ગુરુ ગુર હરકીશન સાબેહજીના અવતાર પુરબની ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ શીખધર્મના આઠમા ગુરુ ગુર હરકીશન સાબેહજીના અવતાર પુરબની ઉજવણી ધામધૂમથી કરાશે. જેના ભાગરૂપે ગુરુદ્વારા ગુરુ હરકીશન સાબેહ ક્રિષ્ણનગર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં 17 અને 18 જુલાઈએ અમૃતસરથી આવેલા કિર્તનકાર દ્વારા કિર્તન સહિત અન્ય કાર્યક્રમો યોજાશે.

વધુમાં તેમના ‌તાર પુરબ નિમિત્તે કલગીધર સેવક જથ્થા અને શાંતામણી હોસ્પિટલના સહોયગથી 18 જુલાઈ સુધી ગુરુદ્વારા ક્રિષ્ણનગર ખાતે મેડિકલ કેમ્પ, આંખ, દાંતની તપાસ, લેબોરેટરી તપાસ તેમજ ચામડીના રોગોનું નિદાન કરવામાં આવશે. જ્યારે 16મીએ મોતિયાના ફ્રી ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું છે. એજરીતે બહેરા મુંગા શાળા, અંધજન મંડળ, અપંગ માનવ મંડળ, સદવિચાર પરિવાર, અનાથ આશ્રમ તેમજ વૃદ્ધાશ્રમમાં લોકોને ભોજન પીરસવામાં આવશે.

શીખ ધર્મના આઠમા ગુરુ હરકીશન સાહેબના જન્મ દિવસ નિમિત્તે કિર્તન સભાનું આયોજન

અન્ય સમાચારો પણ છે...