તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર િવશેષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એકકંપનીમાં નોકરી કરતા યુવક યુવતીએ એકબીજાના પ્રેમમાં પડીને લગ્ન કર્યા. લગ્ન બાદ છોકરી એક પણ વાર સાસરે ગઇ નથી. યુવતીએ અંતે એક મહિનાને 20 દિવસમાં છૂટાછેડા લેવા મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી. બન્ને પક્ષે પોતાની વાત પોલીસ સામે મૂકીને બન્ને પક્ષ છૂટા પડવા તૈયાર થઇ ગયા.

કમ્પ્યૂટર એન્જિનિયર અને એડ્ ડિઝાઇનર તરીકે એક ખાનગી કંપનીમાં નોકરી કરતી 22 વર્ષીય સ્વરા તેની કંપનીમાં તેની નીચે નોકરી કરતા બાબુ નામના યુવક સાથે પ્રેમમાં પડી 22 મે 2017ના રોજ લગ્ન કર્યા. લગ્ન પછીના એક પણ દિવસ સ્વરા સાસરે ગઇ નથી. તેણે 11 જુલાઇ 2017ના રોજ મહિલા પોલીસ સ્ટેશનમાં આવી વિનંતી કરી કહ્યુંં બહેન મારા લગ્ન જબરજસ્તી કરાયા. તે છોકરાએ મારી સાથે જબરજસ્તી લગ્ન કર્યા છે. મહિલા પોલીસે યુવતીની વાત સાંભ‌ળી અરજદાર પક્ષ અને સામે પક્ષને બોલાવી 12 જુલાઇના રોજ બન્નેને સાંભળ્યા. બન્ને પક્ષ પોતાની મરજીથી છૂટાછેડા લેવા ઇચ્છતા હોઇ બન્નેએ પોલીસે જવાબ આપી છૂટા પડવાનું નક્કી કર્યું હતું. છૂટાછેડાના કારણ વિશે યુવતીએ જણાવ્યું હતું કે, ‘યુવક મારા વાંધા જનક ફોટાને લઇને મને બ્લેક મેઇલ કરતો હતો. જે વાંધાજન ફોટો મારા માતા પિતાને બતાવી જેવાની ધમકી આપતો હોઇ મે એની સાથે લગ્ન કર્યા હતા, પોલીસે મારા ફોટા ડિલીટ કરાવ્યા છે. એટલે એમનો આભાર માનું છું.’ જ્યારે યુવકે પોલીસને જણાવ્યું હતું કે, ‘અમારા લગ્ન બન્નેની મરજીથી થયા હતા, પણ તેને રહેવું હોય તો હું છૂટાછેડા આપવા તૈયાર છું.’

(પાત્રોના નામ બદલ્યા)

શાસ્ત્રીનગરમાં રહેતા કન્ટેન્ટ રાઇટર 41 વર્ષીય માયાએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ રોહિત અને સાસરિયા સામે ઘરેલું હિંસા અને દહેજની ફરિયાદ કરી છે. મહિલાએ 2001માં લગ્ન કર્યા હતા. સાસરિયાના ત્રાસથી 2010 માયા અને રોહિતે છૂટાછેડા લીધા. બે નાની દીકરીની ચિંતા થયા માયાએ ફરી પૂર્વ પતિ રોહિત સાથે 2014માં આર્ય સમાજમાં લગ્ન કર્યા. રોહિત લગ્ન બાદ મોસ્કો રહેવા ચાલ્યો ગયો. તે હવે 6 મહિને એક વાર 1 મહિનો રોકાવા આવે ને જતો રહે છે. તેના ગયા પછી સાસુ અને નણંદે માયાનેે ત્રાસ આપવાનું શરૂ કર્યુંં હતું. ઘરના રિનોવેશન માટે માયા પાસે 6 લાખની માંગ કરી હતી. વાત રોહિત ઇન્ડિયા આવ્યો ત્યારે કરી તો રોહિતે પણ તેને મારી હતી. જેથી માયા તમામ સામે ફરિયાદ કરી છે. (પાત્રોના નામ બદલ્યા છે.)

પત્નીની સાસરિયાં સામે દહેજની ફરિયાદ

ભોગવાયેલા લગ્નમાંથી છૂટા થવા માટે અરજી કરી

અન્ય સમાચારો પણ છે...