તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હિંદીના પુસ્તકમાં જિસસ અંગે વાંધાજનક ટિપ્પણી સામે દેખાવો

હિંદીના પુસ્તકમાં જિસસ અંગે વાંધાજનક ટિપ્પણી સામે દેખાવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ધોરણ-9નાહિન્દીના પુસ્તકના એક પ્રકરણમાં જિસસ ક્રાઈસ્ટ અંગે આપત્તિજનક લખાણ લખાતાં ખ્રિસ્તી સમુદાયમાં વિરોધ અને રોષ ફાટી નીકળ્યો છે. ખ્રિસ્તી સમાજના લોકોએ શનિવારે સવારે વસ્ત્રાપુર સ્થિત અમદાવાદ ડીઈઓ કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને ડીઈઓ ઓફિસ ખાતે આવેદન આપીને વાંધાજનક લખાણ દૂર કરવાની અથવા આખું પુસ્તક પાછું ખેંચવાની માંગણી કરી હતી.

પ્રદર્શનકર્તાઓએ રાજ્ય સરકાર, શિક્ષણ વિભાગ સત્વરે વાંધાજનક લખાણ દૂર નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

રાજ્ય સરકારને આવેદન અપાશે, ન્યાયતંત્રનો સહારો લેવાશે

^જિસસ અંગે વાંધાજનક લખાણના વિરોધમાં ખ્રિસ્તી સમુદાય તરફથી આવેદન મળ્યું છે. પાઠ્યપુસ્તક મંડળ, શિક્ષણ વિભાગને આવેદનપત્ર મોકલવામાં આવશે, તેના આધારે સત્તાવાળાઓ આગળનો નિર્ણય કરશે.’ > એ.સી. ત્રિવેદી, એજ્યુકેશનઈન્સ્પેક્ટર, ડીઈઓ ઑફિસ

^જો લખાણ દૂર નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરાશેે. રાજ્ય સરકાર સમક્ષ પણ અંગે રજૂઆત કરાશે. ભવિષ્યમાં જરૂર લાગશે તો ન્યાયતંત્રનો સહારો લેવામાં આવશે.’ > ઓનિલક્રિશ્ચિયન, યુવાઅગ્રણી

લખાણ દૂર નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરાશે

રજૂઆત શિક્ષણ વિભાગ સમક્ષ મોકલાશે

ડીઈઓ કચેરીએ ખ્રિસ્તી સમાજના લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.

ડીઈઓને આવેદનપત્ર અપાયું

અન્ય સમાચારો પણ છે...