તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • AMCમાં સરકાર નિયુક્ત અધિકારીઓના મુદ્દે રિટ

AMCમાં સરકાર નિયુક્ત અધિકારીઓના મુદ્દે રિટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમહાનગરપાલિકામાં રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓની સીધી નિમણૂક કરી કોર્પોરેશનના અધિકારો પર તરાપ મારવામાં આવતી હોવાના મુદ્દે મ્યુનિસિપલ કાઉન્સિલર બદરૂદ્દીન શેખે હાઈકોર્ટમાં રિટ કરી છે. હાઈકોર્ટે રાજ્ય સરકાર સહિત અન્યોને નોટિસ પાઠવી છે. એએમસી દ્વારા ભરતી કરાતા અધિકારીઓ સ્થાનિક જાણકાર હોવાથી પ્રજાના પ્રશ્નો ઝડપી ઉકેલાતા હતા. જોકે રાજ્ય સરકારના અધિકારીઓને કારણે પ્રશ્નોનો નિકાલ લાવવામાં ખૂબ વિલંભ થાય છે.

બદરૂદ્દીને શેખે પિટિશનમાં રજૂઆત કરી છે કે, કોર્પોરેશનને બંધારણીય જોગવાઈ પ્રમાણે મ્યુનિસિપલ કમિશનરના પદ પર સરકાર દ્વારા અધિકારીની નિમણૂક થાય છે. જ્યારે અન્ય અધિકારીઓ જેવા કે સિટી એન્જિનિયર, મેડિકલ ઑફિસર, મ્યુનિ. ચીફ ઑડિટર, હેલ્થ ઑફિસર, મ્યુનિ. સેક્રેટરી, ડે.મ્યુનિ. કમિશનર અને આસિ. મ્યુનિ.કમિશનરની નિમણૂક કરવાની સત્તા સરકારના સુધારા પહેલાં એએમસી પાસે હતી.

સરકારે સુધારો કર્યો તે પહેલાં અનેક અધિકારીઓની પણ નિમણૂક કરવાની કોર્પોરેશન પાસે સત્તા હતી. તે સમયે પ્રજાના પ્રશ્નોનું ઝડપી નિકાલ થતો હતો. આથી ધી ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 2017 રદ કરવો જોઈએ.

અધિકારીઓ પ્રશ્નોના નિકાલ માટે ઊણાં ઊતરે છે

અન્ય સમાચારો પણ છે...