તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • યુવતીના બોયફ્રેન્ડે એક્સ બોયફ્રેન્ડ ઉપર કાર ચડાવી દીધી

યુવતીના બોયફ્રેન્ડે એક્સ બોયફ્રેન્ડ ઉપર કાર ચડાવી દીધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘાટલોડિયાનાશુભમ્ તૈલંગને જાન્યુઆરીમાં અનિકા સાથે મિત્રતા થઈ હતી. દરમિયાન ફેબ્રુઆરીમાં અનિકાના બોયફ્રેન્ડ મહીપાલસિંહ વાઘેલાને બંનેના સંબંધો ઉપર શંકા જતાં તેણે અનિકા સાથે સંબંધ રાખવા શુભમને ધમકાવ્યો હતો.

શુભમ્ અનિકાને ફોન કરતો હોવાની શંકા રાખીને મહીપાલસિંહે ગુરુવારે રાતે 11.15 વાગ્યે શુભમ્ અને તેના મિત્ર રોનકને ફોન કર્યો હતો. તે સમયે બંને રાજપથ ક્લબ સામે અપના અડ્ડા ટી સ્ટોલના સર્વિસ રોડ ઉપર બેઠા હતા. થોડી વારમાં મહીપાલસિંહ કાર લઈને ત્યાં પહોંચ્યો. તેની સાથે કારમાં અનિકા તેમજ બે છોકરા બેઠા હતા. મહીપાલસિંહે કારથી શુભમને કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...