તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચોમાસું નજીક છતાં 29,490 મેટ્રિક ટન રોડનાં કામ હજી બાકી

ચોમાસું નજીક છતાં 29,490 મેટ્રિક ટન રોડનાં કામ હજી બાકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોર્પોરેશનેવર્ષ 2016-17ના વર્ષમાં અંદાજે રૂ. 300 કરોડથી વધુના ખર્ચે રસ્તા બનાવવા, રીસરફેસ કરવાના કામો મંજૂર કર્યા હતા. પરંતુ બજેટમાં મંજૂર કરાયેલા અને રોડ પ્રોજેક્ટ અંતર્ગત નક્કી કરાયેલા રોડનાં કામો હજુ બાકી છે. 2016-17ના બજેટમાં મંજૂર કરાયેલા રસ્તાનાં કામો પૈકી 29,490 મેટ્રિક ટન રોડનું કામ બાકી છે. જ્યારે પ્રોજેક્ટમાં 42 રોડ મંજૂર કરાયા હતા અને તે પૈકી હજુ સુધી 11 રોડ બાકી છે.

રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી ચેરમેન જતીન પટેલે કહ્યું કે, 2016-17ના બજેટમાં મંજૂર કરાયેલા રસ્તા પૈકી કેટલાંક રોડ હજુ પૂરા થયા નથી. બજેટમાં મંજૂર કરાયેલા અને પ્રોજેક્ટમાં નક્કી કરાયેલા રોડના કામો પૈકી બાકી રહેલા કામો તા.14 જૂન સુધીમાં પૂરા કરવા કોન્ટ્રાક્ટરોને તાકીદ કરાઈ છે. નવા પશ્ચિમ ઝોનમાં 6 રોડ અને 2 હજાર મેટ્રિક ટનનું કામ બાકી છે. પૂર્વ ઝોનમાં 8 રોડમાં 8,999 મેટ્રિક ટનનું કામ બાકી છે. દક્ષિણ ઝોનમાં 14 રોડમાં 12 હજાર મેટ્રિક ટન કામ, અને ઉત્તર ઝોનમાં 6 રોડમાં 3,500 મેટ્રિક ટનનું કામ બાકી છે. આમ, 34 રોડમાં કુલ 26,490 મેટ્રિક ટનનું કામ બાકી છે. મધ્ય, પશ્ચિમ ઝોનમાં કામ બાકી નથી.

રોડ પ્રોજેક્ટ અંતર્ગત 60 ફુટ કે તેથી વધુ પહોળાઈના રસ્તાના કામ કરવામાં આવે છે. શહેરમાં દરેક ઝોનમાં રોડ પ્રોજેક્ટ હેઠળ 42 રસ્તા મંજૂર કરાયા હતા અને તે પૈકી 11 રોડના કામ બાકી છે. ઉત્તર ઝોનમાં મેઘાણીનગરમાં ફોરેન્સિક સાયન્સથી રત્નસાગર, પૂર્વ ઝોનમાં જડેશ્વર મંદિરથી પી.ડબલ્યુ.ડી. વર્કશોપ, મધ્ય ઝોનમાં શાહીબાગ ડફનાળાથી ઘેવર કોમ્પ્લેક્સ થઈ રાજસ્થાન હોસ્પિટલ, દક્ષિણ ઝોનમાં ખોખરા બ્રિજથી અનુપમ સિનેમા, સી.ટી.એમ. હાઈવેની બાજુમાં બી.આર.ટી.એસ. વર્કશોપ સુધી સર્વિસ રોડ, એસ. પી.રિંગ રોડથી નારોલ, ઉત્તર ઝોનમાં કોતરપુરથી આઈ.ટીઆઈ., નરોડા પાટિયાથી નરોડા ક્રોસિંગ, નવા પશ્ચિમ ઝોનમાં રાણિપ બ્રિજથી ચેનપુર, કેડીલા બ્રિજથી ભારતી આશ્રમ, સરખેજ, અને કોર્પોરેટ રોડનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...