તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 203 પોઇન્ટની વધઘટ અંતે સેન્સેક્સમાં 49નો સુધારો

203 પોઇન્ટની વધઘટ અંતે સેન્સેક્સમાં 49નો સુધારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીએસઇ સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 126 પોઇન્ટના ઘટાડા બાદ સેકન્ડ સેશનમાં 77 પોઇન્ટનો સુધારો નોંધાવ્યા બાદ છેલ્લે 48.70 પોઇન્ટ વધી 31262.06 પોઇન્ટ બંધ રહ્યો હતો. નિફ્ટી 21 પોઇન્ટના સુધારે 9668.25 પોઇન્ટ બંધ રહ્યો હતો.આઇટી ઇન્ડેક્સ 77.43 પોઇન્ટના ઘટાડા સાથે 10100.60 પોઇન્ટ બંધ રહ્યો હતો. રિયાલ્ટી ઇન્ડેક્સ 2.60 ટકાના સુધારા સાથે 2000.77 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. મેટલ ઇન્ડેક્સ પણ 200.02 પોઇન્ટના ઉછાળા સાથે 11391.32 પોઇન્ટની સપાટીએ રહ્યો હતો. ખાસ કરીને મેટલ, રિયાલ્ટી, ઓટો, બેન્કિંગ અને હેલ્થકેર સેગ્મેન્ટમાં વેલ્યૂ બાઇંગના કારણે માર્કેટબ્રેડ્થ પણ પોઝીટીવ રહી હતી. ગઇકાલ સુધી મંદીની વાતો કરતાં માર્કેટમાં મોર્ગન સ્ટેનલી સહિતની સંસ્થાઓના લોંગટર્મ ચાલમાં સેન્સેક્સ 34000 પોઇન્ટની સપાટીએ આંબવાની આગાહીઓના કારણે આજે નાટ્યાત્મક સુધારાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો.

વિડિયોકોન વધુ 5 ટકા તૂટી રૂ. 28.55 બંધ રહ્યો હતો. આરકોમ પણ 1.87 ટકાના ઘટાડા સાથે રૂ. 18.40 થઇ ગયો હતો. ઇન્ફોસિસે એવી સ્પષ્ટતા કરી હતી કે, તેના કોઇ ફાઉન્ડર સ્ટેક વેચવા ઇચ્છતાં નથી. તે અહેવાલના કારણે ઇન્ટ્રા-ડે 3 ટકા ઘટેલો શેર છેલ્લે 0.8 ટકાના ઘટાડા સાથે રૂ. 948.65ની સપાટીએ બંધ રહ્યો હતો.

રિયાલ્ટી શેર્સ સુધર્યા

કંપનીબંધ સુધારો

ડીએલએફ 184.604.86%

ઇ.બુ.રિયલ.176.554.50%

ફોનિક્સ444.204.30%

ઓબેરોય390.952.44%

વેદાન્તા4.5% ઊછળ્યો]

કંપનીબંધ સુધારો

વેદાન્તા 244.654.53

હિન્દઝીંક 241.801.94

JSWસ્ટીલ 202.051.53

તાતાસ્ટીલ 506.301.47

અન્ય સમાચારો પણ છે...