તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પ. અમદાવાદમાં દુકાનોમાં ચોરી કરતી ગેંગના 2 ઝબ્બે

પ. અમદાવાદમાં દુકાનોમાં ચોરી કરતી ગેંગના 2 ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમઅમદાવાદમાં દુકાનોનાં તાળાં તોડીને ચોરી કરતા જિતેન્દ્ર ઉર્ફે જીવા અને રાજા કેવટની ગૅંગના 2 સાગરિતની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં બંનેએ જીવા સાથે મળીને વસ્ત્રાપુર વિસ્તારની 1, સોલાની 4 અને ઘાટલોડિયાની 2 મળીને કુલ 7 દુકાનમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ઉલ્લેખનીય છે કે ગૅંગના મુખ્ય સૂત્રધાર જીવાની વસ્ત્રાપુર પોલીસે 15 દિવસ પહેલાં ધરપકડ કરી હતી.

વસ્ત્રાપુરમાં રાતની ઘરફોડ ચોરીઓ વધતાં ડી-સ્ટાફ પીએસઆઇ એમ. એ. વાઘેલાએ ડી-સ્ટાફના માણસોની 4 ટીમ બનાવીને રાતના 10થી સવારના 5 વાગ્યા સુધી પેટ્રોલિંગ શરૂ કર્યું છે. જેના કારણે 1 અઠવાડિયામાં વસ્ત્રાપુરમાં રાતની ઘરફોડ ચોરી બંધ થઈ છે. બીજી બાજુ ટીમે એનએફડી સર્કલ પાસેથી ગુરુવારે રાતે અનિલ ઉર્ફે કાળિયો કાંતિભાઈ પૂરબિયા અને શૈલેષ કલાસવાને ઝડપીને પોલીસે એક ખાતરિયું પણ કબજે કર્યું હતું.

પ્રાથમિક પૂછપરછમાં તેમણે જીવા અને રાજા સાથે મળીને 7 દુકાનમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...