તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગુજરાતી ભાષાના વધુ એક વકીલની વિદાય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતી ભાષાના વધુ એક વકીલની વિદાય

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

જાણીતાસાહિત્યકાર

મૃત્યુની અંતિમ ક્ષણોમાં તેમને ગુજરાતી ભાષાની ચિંતા કેવળ હતી. જાણે તા.15/1/17ના રોજ ગુજરાતી ભાષાના એક વકીલે વિદાય લીધી છે. હતા તો ભણે-ગણે મોટા એન્જિનયર પણ એમના ચિત્તમાં ક્ષણે-ક્ષણે ગુજરાતી સંસ્કાર-સંસ્કૃતિની ખેવના જીવતી હતી. એમની પહેલી નિસબત ગુજરાતી ભાષાનું સંરક્ષણ અને સંવર્ધન હતાં. રાસુ વકીલની ભલે અટક વકીલ હતી પણ ગુજરાતીના અદકેરાં વકીલ હતાં. સેપ્ટ યુનિ.ના નિર્માણમાં એમનું મહત્વનું યોગદાન હતું. અમદાવાદના અનેક મહત્વના બિલ્ડીંગોની સ્ટ્રકચરલ ડિઝાઇન એમણે બનાવેલી છે, પણ છેલ્લાં ત્રણેક વર્ષથી ‘માતૃભાષા અભિયાન’ ટ્ર્સ્ટની રચના કરી, ગુજરાતી માટે ખૂબ સક્રિય રહ્યાં. અત્યારે જે પ્રકલ્પો લોકહૃદયે વસ્યાં છે, તે ‘પુસ્તક-પરબ’ , ‘દાદા-દાદીનો ઓટલો’, ભાષા ઑલ્મપિયાડ’, બાળસાહિત્ય-શનિસભા’ વગેરેમાં એમની કેન્દ્રિય ભૂમિકા હતી. હંમેશા પડદા પાછળ રહી કામ કરવાની રીતને કારણે સમાજ એમના કાર્યોથી બહુ માહિતગાર નથી પરંતુ ગુજરાતી ભાષાની અત્યારની કટાેકટીને પહોંચી વળવા માટે એમના યોગદાનને જેટલું બિરદાવીએ તેટલું ઓછું છે. ગુજરાતે તેની ‘ભાષનીતિ’ હોવી જોઈએ તેની વાત સરકાર સામે સૌ પહેલા એમણે મૂકેલી અને સંભવિત ભાષાનીતિનો મુસદ્દો પણ તૈયાર કરી આપેલો. ગુજરાતી ભાષાનાં પહેલા વકીલ કવિ પ્રેમાનંદ ને બીજા કવિ દલપતરામ. ત્રીજા ગાંધીજી હતાં. ગાંધીજીએ અંગ્રેજોથી દેશને મુક્ત કરાવ્યો, ત્યારે કહેતા કે અંગ્રેજીના ગુલામ ના રહેશો. નજીકના ભૂતકાળમાં સમાજમાં નિસબત દર્શાવતી કેટલીક વ્યક્તિઓ મળી. જેમાં ગાંધીકથાકાર સ્વ. નારાયણ દેસાઈ, ગુણવંત શાહ સાથે જે થોડાંક જણ મળ્યાં, તેમાં રાસુ વકીલનો રોલ અતિમહત્વનો છે. આપણી ભાષાએ એક વધુ વકીલ ગુમાવ્યો પણ જ્યાં સુધી છેલ્લો ગુજરાતી હયાત હશે તેમની હયાતી વર્તાતી રહેશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો