• Gujarati News
  • National
  • બ્રેઈન ‌‌Bee સ્પર્ધામાં સમયકને નિયર ટુ એક્સલન્સ સર્ટિફિકેટ

બ્રેઈન-‌‌Bee સ્પર્ધામાં સમયકને નિયર ટુ એક્સલન્સ સર્ટિફિકેટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર cbamdavad@gmail.com

જર્મનીના બર્લીન ખાતે 5થી 9 જુલાઇએ ફેડરેશન ઓફ ન્યુરો સાયન્ટીસ (ફેન્સ) દ્વારા ‘20મી ઇન્ટરનેશનલ બ્રેઇન બી ચેમ્પિયનશિપ’ કોન્ટેસ્ટ યોજાયો હતો. જેમાં અલગ-અલગ દેશના 25 જેટલા નેશનલ ચેમ્પિયન બાળકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં અમદાવાદના 17 વર્ષના સમયક ભરવાડે ‘નિયર ટુ એક્સલન્સનું સર્ટિફિકેટ’ મેળવ્યું હતું. આ ચેમ્પિયનશિપમાં મગજ અને જ્ઞાનતંતુ વિશે સવાલો પૂછાય છે. જેમાં કાચની સ્લાઇડ બતાવી તેમાં બ્રેઈન અને ટ્યુમર સહિતના પ્રશ્નો પૂછાય છે.

બ્રેઇન બી એ બાયોલોજી ભણવામાં વધુ રસ ધરાવતા અને હેલ્થકેરમાં ફ્યુચર બનાવવા માંગતા બાળકો માટેની ક્વિઝ હોય છે. આ સ્પર્ધા સ્કૂલ લેવલે પછી ઇન્ટર સ્કૂલ લેવલે, પછી ગુજરાત લેવલે અને નેશનલ તેમજ ઇન્ટરનેશનલ લેવલે થાય છે. મહારાજા અગ્રસેન વિદ્યાલય ગુરુકુળમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા સમયક ભરવાડે નેશનલ લેવલે મે મહિનામાં પુણે ખાતે યોજાયેલી ક્વીઝમાં ચેમ્પિયન થઇને ઇન્ટરનેશનલ લેવલે ભારતને રીપ્રઝેન્ટ કર્યુ હતું અને ક્વિઝના અંતમાં નિયર ટુ એક્સલન્સ સર્ટિફિકેટ મેળવ્યુ હતું.

‘અમારા માટે ગર્વની વાત છે’
સમયક ભરવાડના પિતા ડૉ. વિનય ભરવાડ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે, ‘બ્રેઇન-બી ક્વીઝમાં ભાગ લેવા માટે સમયકે સ્કૂલ સમયથી જ મહેનત શરૂ કરી દીધી હતી. જર્મનીમાં યોજાયેલ ક્વીઝમાં લેખીતમાં તથા વીડિયો દ્વારા વાયવામાં બ્રેઇન-બી વિશે સવાલો પૂછાયા હતા. જેમાં સમયકને આ સર્ટિફિકેટ મળ્યું તે ખૂબ જ ગર્વની વાત છે. સમયક નેશનલ ચેમ્પિયન બન્યો ત્યારે પણ તેને લેપટોપ આપવામાં આવ્યું હતું અને જર્મની જવાનો તમામ ખર્ચ પણ ન્યુરો બ્રેઇન બી ઇન્ડિયા દ્વારા અપાયો હતો.’

અન્ય સમાચારો પણ છે...