• Gujarati News
  • National
  • AUમાં ફાર્મા ક્ષેત્રે ગ્લોબલ એક્ઝિ. MBA પ્રોગ્રામ શરૂ

AUમાં ફાર્મા ક્ષેત્રે ગ્લોબલ એક્ઝિ. MBA પ્રોગ્રામ શરૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર cbamdavad@gmail.com

અમદાવાદ યુનિવર્સિટીએ,સાન ડિઆગોની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાની રેડી સ્કુલ ઓફ મેનેજમેન્ટની સાથે જોડાણ કરીને ફાર્મા અને એલિડ ઇન્ડસ્ટ્રીઝમાં એક ખાસ ગ્લોબલ એક્ઝિક્યુટિવ એમબીએ ડિગ્રી ઇન ફાર્માસ્યુટિકલ મેનેજમેન્ટ પ્રોગ્રામ રજૂ કર્યો છે. બે વર્ષનો મેનેજમેન્ટ પ્રોગ્રામ ખાસ ફાર્માસ્યુટિકલ, બાયોલોજિકલ અને લાઈફ સાયન્સ ઉદ્યોગને સંબંધીત ઉદ્યોગ માટે છે. પ્રોગ્રામના કરીકુલમમાં માસ્ટર ક્લાસિસ, કેસ સ્ટીસ, સ્ટિમ્યુલેશન્સ, કોલબ્રેટિવ, વર્કશોપ, વન-ઓન-વન કોચિંગ અને કેપસ્ટોન પ્રોજેક્ટ દ્વારા અભ્યાસનો સમાવેશ થાય છે. જેની પ્રથમ બેચ સપ્ટેમ્બરમાં શરૂ થશે.

AUના વાઈસ ચાન્સેલર પંકજ ચંદ્રાએ કહ્યું હતું કે, ‘ આ પ્રોગ્રામમાં અમે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના કામ કરતા પ્રોફેશનલ્સમાં આગામી પેઢીની ક્રિયાલક્ષી નેતાગીરી વિકસાવવા ઇચ્છીએ છીએ, જેઓ સમાજ તેમની પાસેથી જે નૈતિક અપેક્ષા ઇચ્છે છે તેને સમજી શકે. આ પ્રોગ્રામ વણાંટથી વિજ્ઞાન, ટેક્નોલોજી અને સામાજિક અસરની સમજ એક મેનેજરિયલ ફ્રેમ વર્ક આપવાની છે.’

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન ડિઆગોના ચાન્સેલર પ્રદિપ ખોસલાએ કહ્યું કે, ‘ ભારત ધીમે-ધીમે વૈશ્વિક ફાર્મા હબ બની રહ્યું છે, ત્યારે જરૂરી છે કે, આ ક્ષેત્રના નેતા, મેનેજર્સ અને કંપનીના કર્મચારીઓ પોતાની જાતને ટેક્નોલોજીકલ, વૈજ્ઞાનિક રીતે અને મેનેજમેન્ટની સાથે વધુ તૈયાર કરે.’

કોણ આ પ્રોગ્રામમાં ભાગ લઇ શકે છે
ફાર્મા ઉદ્યોગ ક્ષેત્રે 6 થી 9 વર્ષના અનુભવી

લાઈફ સાયન્સીસ પ્રોફેશનલ્સ અને ફાર્મા કન્સલટન્ટ

બાયોટેક્નોલોજી, બાયોઇન્ફોર્મેટિક્સ અને હેલ્થેકર ઉદ્યોગના પ્રોફેશનલ્સ

ફાર્માસ્યુટિકલ વેન્ચર્સના પ્રમોટર્સ કે માલિકો

ફાર્માસિસ્ટ અને મેડિકલ પ્રેક્ટિશનર

અન્ય સમાચારો પણ છે...