રજનિલની 6 વિકેટથી ગુજરાત લાયન્સ વિજેતા
અમદાવાદ | સિટીના કર્ણાવતી ક્લબ ખાતે ચાલી રહેલાં કેસીએલ ગેલન કપની 13 થી 18 વર્ષની કેટેગરીની મેચમાં રજનિલ મોદીની 6 વિકેટની મદદથી ગુજરાત લાયન્સની ટીમ વિજેતા બની છે. શૂટઆઉટ ઇલેવન સામેની મેચમાં લાયન્સના રજનિલ મોદીએ 6 વિકેટ લેતાં શૂટઆઉટ 29 રન બનાવી ઓલઆઉટ થઇ હતી. જેના જવાબમાં ગુજરાત લાયન્સની ટીમે એક વિકેટે 30 રન બનાવી વિજેતા બની હતી.