તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એક અધિકારીને વેઇટિંગ ફોર પોસ્ટ રાખ્યા

એક અધિકારીને વેઇટિંગ ફોર પોસ્ટ રાખ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણી પહેલા ગેસ કેડરના 42 અધિકારીઓની બદલી

રાજ્યસરકાર દ્વારા ડેપ્યુટી કલેક્ટર, ડેપ્યુટી ડીડીઓ, પ્રાંત ઓફિસર, પુરવઠા અધિકારી સહિતના 42 અધિકારીઓની બદલી કરાઇ છે. જ્યારે એક અધિકારીને વેઇટિંગ ફોર પોસ્ટ રાખવામાં આવ્યા છે. જ્યારે એકનો વધારાનો ચાર્જ પાછો ખેંચાયો છે, એક અધિકારીને વધારાનો ચાર્જ આપ્યો છે.

બદલીઓમાં મુખ્યત્વે દ્વારકાના પ્રાંત ઓફિસર બી.આર.સાગરની અમદાવાદના એડિશનલ રેસિડન્ટ ડેપ્યુટી કલેક્ટર તરીકે બદલી કરાઇ છે. જ્યારે અમદાવાદના ડેપ્યુટી કલેક્ટર એન.આર.શર્માની હિંમતનગરના પ્રાંત ઓફિસર તરીકે, તાપીના ડેપ્યુટી કલેક્ટર જી.ડી.બામણિયાની અમદાવાદના ડેપ્યુટી ડી.ડી.ઓ. તરીકે, તાપીના ડેપ્યુટી કલેક્ટર બી.કે.પટેલની સાણંદમાં નર્મદા પ્રોજેક્ટમાં બદલી કરાય છે.

પોસ્ટ વેઇટિંગમાં રહેનાર કે.એલ. પરમારની ડિસ્ટ્રિક પ્લાનિંગ ઓફિસર, અમદાવાદમાં બદલી અને વેઇટિંગમાં રહેનાર આર.પટેલની ડેપ્યુટી ફૂડ કંટ્રોલર, અમદાવાદ તરીકે બદલી કરી છે. જ્યારે સાબરકાંઠાના ડેપ્યુટી ડી.ડી.ઓ. એમ.કે.પટેલની રાજકોટના ડેપ્યુટી કલેક્ટર તરીકે, ભરૂચના ડેપ્યુટી ડી.ડી.ઓ એ.એચ.ચૌધરીની રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પ્રાંત ઓફિસર તરીકે બદલી કરાઇ છે. નર્મદાના ડેપ્યુટી ડી.ડી.ઓ. એ.એસ.મંદોતની સુરતના માંડવીના પ્રાંત ઓફિસર તરીકે બદલી કરાય છે. મેટ્રો ટ્રેન પ્રોજેક્ટમાં ફરજ બજાવતા કે.એન.ચાવડાની સુરતના ડેપ્યુટી કલેક્ટર તરીકે બદલી કરાય છે.

અન્ય સમાચારો પણ છે...