તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મ્યુનિ. શાળાના વિદ્યાર્થીઓનું હવે વિનામૂલ્યે હેરકટિંગ કરાશે

મ્યુનિ. શાળાના વિદ્યાર્થીઓનું હવે વિનામૂલ્યે હેરકટિંગ કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડે સ્વચ્છતાની દિશામાં વધુ એક ડગ માંડ્યું છે. મ્યુનિ. શાળાના ધો.1થી 8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ તેમ જ વિદ્યાર્થિનીઓના વિનામૂલ્યે હેરકટિંગ કરી આપવાનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ કાર્યક્રમ 1લી જુલાઇથી પ્રારંભ કરવામાં આવશે. તેના માટે સ્કૂલ બોર્ડ અને હેરકટિંગ સલૂનની કામગીરી સાથે સંકળાયેલી સંસ્થા સાથે સમજૂતી સધાઇ છે. આ સંસ્થાના વિદ્યાર્થીઓ મ્યુનિ. શાળાના વિદ્યાર્થિઓની તેમની મનપસંદ હેર સ્ટાઇલ કરી આપશે. પ્રાયોગિક ધોરણે શહેરની 51 શાળાના વિદ્યાર્થીઓના હેરકટિંગ કરાશે. ત્યારબાદ તબક્કાવાર દરેક શાળામાં આ કામગીરી હાથ ધરાશે. જો કે આ અંગે જે વાલી તેમ જ વિદ્યાર્થીઓ લેખિત સંમતિ આપશે તેવા જ વિદ્યાર્થીના હેરકટિંગ કરાશે.

અન્ય સમાચારો પણ છે...