તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સેટેલાઇટના વેપારીને નકલી હીરા આપી રૂ. 30 લાખ પડાવનારા ત્રણની ધરપકડ

સેટેલાઇટના વેપારીને નકલી હીરા આપી રૂ. 30 લાખ પડાવનારા ત્રણની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | સેટેલાઈટના નંદી જ્વેલર્સના માલિક મિત્ર તથા દિકરા સાથે 30 લાખ લઇને દાસ્તાન ફામ પાસે લાલચમાં બિલ વગરના હિરા ખરીદવા ગયા હતા. એક મહિલા સાથે મળી બે માણસો તેમને એક થેલીમાં નકલી હિરા આપી. 30 લાખ લઇને ફરાર થઇ ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચે જોકે મહિલા સહિત 2 આરોપીની ધરપકડ કરી 30 લાખ તથા કાર કબજે લીધા હતા.

કોઈક વ્યક્તિ ઝાડ નીચે હીરા દાટી ગયાનું અને ખોદકામ દરમિયાન મળ્યા હોવાની બનાવટ કરી
સેટેલાઇટના પ્રેરણાતીર્થ બંગ્લોઝમાં રહેતા 61 વર્ષીય ડોક્ટર પુરષોતમભાઇ હરવાણીએ નરોડા પોલીસ સ્ટેશનમાં મિત્રના રૂ. 30 લાખ છેતરીને લઇ ગયાની ફરિયાદ નોંધાવી હતી.

તેમણે જણવ્યું હતું કે તેઓ 23 જૂનના સવારે 8 વાગે ખમણ લેવા ગયા હત ત્યારે એક અજાણી વ્યક્તિ તેમને એક અસલ હીરો આપી વધારે હીરા ખરીદવા હોય તો મને તમારો નંબર આપો કહી વિશ્વાસમાં લીધા. નંદી જ્વેલર્સ નામની દુકાન ધરાવતા મિત્ર મગરભાઇ શેલડીયાએ આ હીરા તેમની પાસે કેવી રીતે આવ્યા તે અંગે પૂછતા તેમણે એ વ્યક્તિએ પોતે એક કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરે છે ત્યાં એક ઝાડ નીચે કોઇ કંઇક દાટીને જતુ રહ્યું હતું. તે ખોલતા હીરા મળ્યા છે.

મગનભાઇ, પુરષોત્તમભાઇ તથા મગનભાઇનો દિકરો ગાડી લઇને દાસ્તાન સર્કલ પાસે 27 જૂનના સવારે 9 વાગે ગયા હતા. નક્કી થયા પ્રમાણે રૂ. 30 લાખ આ વ્યક્તિને આપ્યા જેની સાથે એક મહિલા તથા એક વ્યક્તિ હતા. ત્યારે આ ત્રણેયે એક થેલીમાં હીરા આપ્યા હતા.હીરા સાચા છે કે ખોટા તેની ખરાઇ કરવા મગનભાઇએ હેમરી કાઢી ત્યાં સુધીમાં તો મહિલા સહિતના ત્રણેય આરોપી રોકડ લઈને ભાગી છૂટ્યા હતા. પોલીસ ફરિયાદ પછી ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળતાં ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી અને રૂ. 30 લાખ કબજે લેવાયા હતા.

ક્રાઈમ બ્રાન્ચે ઠગાઈના 30 લાખ કબજે કર્યા
ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે 27 જૂનના 8. 30 વાગે ન્યૂ સીજી રોડ ઓએનજીસી સર્કલ પાસેથી એક કારને આંતરી હતી. કારમાં બેઠેલા મુકેશ ભાટી તથા રાધાબેન સલાટ પાસેથી રોકડા રૂ. 30 લાખ મળી આવ્યા હતા. જેમણે વેપારીને નકલી હીરા આપી છેતર્યાની કબૂલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...