તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પેપર ચેકિંગમાં વેઠ ઉતારતા શિક્ષકોને નજીવો દંડ થાય છે

પેપર ચેકિંગમાં વેઠ ઉતારતા શિક્ષકોને નજીવો દંડ થાય છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહમાં 106 નાપાસ વિદ્યાર્થીને પાસ જાહેર કરાયા છે. પરંતુ વાલીઓની માંગ છે કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી કરતી બોર્ડની પરીક્ષાના પરિણામમાં ગફલત કરતા શિક્ષકો સામે શા માટે કડક પગલા લેવાતાં નથી.

ધોરણ 10માં કુલ 363 વિદ્યાર્થીના ગુણમાં સુધારો થયો છે. જ્યારે ધો.12માં કુલ 91 વિદ્યાર્થીના ગુણમાં સુધારો થયો છે. ગુણ ચકાસણીમાં બોર્ડ પોતે ચેક કરીને વિદ્યાર્થીને ફેરફારની જાણ કરે છે. ગુણ અવલોકનમાં ઓએમઆર શીટની ઝેરોક્સની સાથે વેરિફિકેશન અને કી રિપોર્ટ વિદ્યાર્થીને મોકલાય છે. વિજ્ઞાન પ્રવાહનું 50 માર્ક્સનું વર્ણનાત્મક પેપર ગાંધીનગર જોવા માટે બોલવામાં આવે છે. જે વિદ્યાર્થીએ 40 મિનિટના સમયમાં જોઇ લેવાનું હોય છે.

એક માર્કની ભૂલ માટે શિક્ષકને રૂ.50થી 100 દંડ
જવાબ પેપરમાં જો શિક્ષકની ભૂલ જોવા મળે તો આર્ટ્સમાં એક માર્કસના શિક્ષક પાસેથી રૂ. 50, સાયન્સમાં એક ગુણના 100 રૂ. દંડ વસૂલાય છે. જે શિક્ષકોએ 5થી ઓછા માર્કસની ભૂલ કરી છે તેઓને માત્ર દંડ ભરાવવામાં આવે છે.

જુલાઇમાં કાર્યવાહી થશે
ભૂલ કરનારા શિક્ષકોને અલગથી બોલાવાશે. ગુણ ચકાસણીમાં જે થયું છે તે શિક્ષકો સાથેના ઇશ્યૂને કારણે દંડ તો કરાય છે. ગયા વર્ષે બોર્ડ દ્વારા દંડ કરાયો હતો. આ વર્ષે જુલાઇ બાદ કાર્યવાહી કરાશે. એ.જે શાહ, બોર્ડ ચેરમેન

અન્ય સમાચારો પણ છે...