તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મોટી ફાંદ અને વધુ વજન ધરાવતા 30 પોલીસ કર્મચારીને જોઈન્ટ પોલીસ કમિશનરની નોટિસ

મોટી ફાંદ અને વધુ વજન ધરાવતા 30 પોલીસ કર્મચારીને જોઈન્ટ પોલીસ કમિશનરની નોટિસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના જોઇન્ટ કમિશનર અશોક યાદવે સ્માર્ટ પોલીસ અંતર્ગત બુધવારે અને ગુરુવારે બે પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. જેમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં 5 અને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં 25 પોલીસ અધિકારીને પેટ ઓછું કરવાની તેમજ વજન ઉતારવાની નોટિસ ફટકારી હતી. બે દિવસમાં કુલ 30 પોલીસ અધિકારીને નોટિસ ફટકારી હતી.

શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર અશોક યાદવે નવેમ્બર 2017 અને 2018 માં સ્માર્ટ પોલીસ અંતર્ગત સેક્ટર-2 વિસ્તારના પોલીસ સ્ટેશનની વિઝિટ કરી હતી જેમાં મોટું પેટ અને વધારે વજન ધરાવતા પોલીસ અધિકારીઓને પેટ ઓછું કરવા માટે અને વજન ઉતારવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસ કુલ 97 પોલીસ અધિકારીને ફટકારવામાં આવી હતી. નોટિસ ફટકાર્યા બાદ પોલીસ અધિકારીઓએ પોતાનું પેટ ઘટાડીને 6થી 8 મહિનામાં જોઇન્ટ કમિશનરને રિર્પોટ જમા કરાવવા જણાવાયું હતું જેમાંથી એક પણ પોલીસ અધિકારીએ દ્વારા હજુ રિપોર્ટ જમા કરાવાયો નથી. ત્યારે જોઇન્ટ કમિશનર બુધવારે અને ગુરુવારે મિશનહેલ્થની બે પોલીસ સ્ટેશનની વિઝિટ લીધી હતી. જેમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં એઅેસઆઇ તેમજ કોન્સ્ટેબલ સહિત કુલ 5 લોકોને નોટિસ ફટકારી હતી. જ્યારે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં 25 લોકોને નોટિસ ફટકારવામાં આવી કુલ બે દિવસમાં બે પોલીસ સ્ટેશનમાં મોટી ફાંદ વાળા 30 પોલીસ અધિકારીને નોટિસ ફટકારવામાં આવી હતી.

અગાઉ આટલા પોલીસકર્મીને નોટિસ અપાઈ હતી
પોલીસ સ્ટેશન PSI અન્ય કર્મી

શાહીબાગ 1 9

ઓઢવ - 6

બાપુનગર 2 9

ખોખરા 1 9

ઇસનપુર - 10

જીઆઇડીસી વટવા 1 12

મેઘાણીનગર - 1

સરદારનગર - 9

કાગડાપીઠ - 13

નરોડા 2 5

અમરાઇવાડી - 4

અન્ય સમાચારો પણ છે...