તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાડજમાં બાળકને ઉઠાવી જનાર હોવાની શંકા પરથી મહિલાની હત્યા કરનાર એક ઝડપાયો

વાડજમાં બાળકને ઉઠાવી જનાર હોવાની શંકા પરથી મહિલાની હત્યા કરનાર એક ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં વાડજ વિસ્તારમાં મંગળવારે નાના બાળકોને ઉઠાવી જતી મહિલા ગેંગ આવી હોવાની અફવાને પગલે લોકોએ ચાર મહિલાઓ પર કરેલા હુમલામાં એક નિર્દોષ મહિલાનાં મોત સંદર્ભે વાડજ પોલીસ એક આરોપીની ધરપકડ કરી અન્ય એક આરોપીની અટકાયત કરી છે. બીજીતરફ આ હુમલામાં સંડોવાયેલા અન્ય સાત લોકોના નામ પણ પોલીસને જાણવા મળ્યા છે જેમની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે.

વાડજમાં વાદી સમાજની ચાર મહિલાઓ ભિક્ષુકવૃત્તિ માટે આવી હતી જેમને નાના બાળકો ઉઠાવી જતી ગેંગના સભ્યો સમજી સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો. આ અફવા ફેલાતા લોકોના ટોળા એકત્ર થયા હતા અને રિક્ષામાં બેસી જઈ રહેલી આ મહિલાઓને લોકોએ રોકવાનો પ્રયાસ કરી રિક્ષાને ઊંધી કરી નાંખી હતી. દરમિયાન લોકોના મારથી ઈજા પામેલી એક મહિલાનું મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે વાડજ પોલીસે મંગળવારે કીર્તિ મકવાણા નામના યુવાનની ધરપકડ કરી હતી. આ બાબતે વાડજ પી.આઈ. જે.આર.રાઠવાએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત અન્ય એક શકમંદની પણ પોલીસે અટકાયત કરી છે.

મહિલા ચારણ નહીં વાદી હતી
વાડજની ઘટનામાં ટોળાનો ભોગ બનેલી મહિલાઓ ભિક્ષુકવૃત્તિના કામ માટે આવી હતી. આ મહિલાઓ વાદી સમાજની હતી, જેમને લોકોએ ગેરસમજમાં બાળકો ઉઠાવતી ગેંગ સમજી તેમની પર જીવલેણ હુમલો કર્યો હતો. મહિલાઓ દ્વારા વારંવાર પોલીસ બોલાવવા કહેવા છતાં ટોળું રોકાયું ન હતું.

અન્ય સમાચારો પણ છે...