તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ધ્રાંગધ્રા પાસે પાટા પરથી ઉતરેલી માલગાડી 1.5 કિમી સુધી દોડી

ધ્રાંગધ્રા પાસે પાટા પરથી ઉતરેલી માલગાડી 1.5 કિમી સુધી દોડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલાથી ફર્ટિલાઈઝર લઈને અમદાવાદ તરફ આવી રહેલી ગૂડ્સ ટ્રેનના બે ડબ્બા ધ્રાંગધ્રા નજીક વસાડવા સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગયા હતા. તેમ છતાં ટ્રેનના ગાર્ડ કે ડ્રાઈવર જાણે આ ઘટનાથી અજાણ હોય તે રીતે ડિરેલમેન્ટ સાથે ટ્રેન લગભગ દોઢ કિલોમીટર સુધી હંકારી ગયા હતા. જેના પગલે ટ્રેક પર લગાવવામાં આવેલા સ્લિપર તૂટી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં તત્કાલ ડીઆરએમ સહિત અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઘટનાને પગલે ભુજ - પુના એક્સપ્રેસ એક કલાકથી વધુ મોડી પડી હતી.

બુધવારે કંડલાથી ફર્ટિલાઈઝર ભરેલી ગૂડ્સ ટ્રેન અમદાવાદ તરફ આવી રહી હતી. બપોરે ગૂડ્સ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેન સ્પીડમાં હોવાથી ડ્રાઈવર કે ગાર્ડને ખબર ન પડી અને ટ્રેન દોઢ કિલોમીટર સુધી દોડી હતી. દોઢ કિલોમીટર બાદ ટ્રેન ઊભી રહી અને આ ઘટનાની ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઈ હતી. જેના પગલે એ રૂટ પર અમદાવાદ તરફ આવતી ટ્રેનોને અટકાવી દેવામાં આવી હતી.

લગભગ એક કલાક બાદ અન્ય એક લાઈન પર જ ટ્રેન વ્યવહાર શરૂ કરાયો હતો. બીજી બાજુ મોડી સાંજ સુધી પાટા પરથી ઉતરી ગયેલા કોચ હટાવવાની કામગીરી ચાલુ રહી હતી. કોચ હટાવ્યા બાદ તૂટી ગયેલા સ્લિપર બદલવાની કામગીરી શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...