તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મણિનગરમાં તોડ કરતી નકલી પોલીસનું સરઘસ

મણિનગરમાં તોડ કરતી નકલી પોલીસનું સરઘસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાંકરિયામાં નકલી પોલીસ બની ચા-ગલ્લા વાળાઓ પાસેથી પૈસા પડાવતા ત્રણ આરોપીને અસલી પોલીસે બુધવારે રંગે હાથે ઝડપી પાડી કાંકરિયાની આસપાસના વિસ્તારમાં આરોપીનું સરઘસ કાઢ્યું હતું.

કાંકરિયા વિસ્તારમાં આવેલી આસપાસની દુકાનો અને ચાની કીટલી પર ક્રાઇમ બ્રાન્ચના નામે પૈસા ઉઘરાવનાર નકલી પોલીસની અસલી પોલીસે રંગેહાથે ઘરપકડ કરી છે. મણિનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઇ વી.એન.પરમાર ટીમ સાથે બુધવારે બપોરે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કાંકરિયાના ગેટ નંબર ચાર પાસે વ્યક્તિઓ ચાની કીટલી પર કામ કરતા વ્યક્તિની તલાસીના બહાને માર મારી પૈસા પડાવી રહ્યા હતા. આ જોતાં જ અસલી પોલીસ ત્યાં પૂછપરછ કરવા ગઇ હતી. ત્યારે અસલી પોલીસે મોહંમદ નાસીર મહંમદ નસીમ શેખ, મો.શાહરુખ મો.હુસેન અંસારી, હાફીઝ અલી વિલાયતખાન ખોખરની રંગેહાથ ધરપકડ કરી હતી. એક આરોપી પોલીસ સકંજામાંથી બહાર છે. પકડેલા 3 આરોપીનું પોલીસે કાંકરિયા વિસ્તારમાં સરઘસ કાઝી ઊઠબેઠ કરાવી માફી મગાવી હતી.

આરોપીની પૂછપરછથી જાણવા મળ્યું કે અગાઉ પણ બેથી ત્રણ વાર પોલીસ બનીને ગલ્લાં વાળા પાસે પૈસા પડાવી ચૂક્યા હતા. ખાસ કરીને ચાની કીટલી અને ગલ્લાવાળાને ટાર્ગેટ બનાવતા હતા.

અન્ય સમાચારો પણ છે...