• Gujarati News
  • National
  • VSના નવજાત શિશુ વોર્ડમાં ગટરનું પાણી ઊભરાતા ઈન્ફેક્શનનો ખતરો

VSના નવજાત શિશુ વોર્ડમાં ગટરનું પાણી ઊભરાતા ઈન્ફેક્શનનો ખતરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવજાત બાળકને શ્વાસ લેવામાં તકલીફ કે અન્ય શારીરીક બીમારીને લીધે નિયોનેટલ વોર્ડમાં કાચની પેટીમાં રખાય છે. પરંતુ, આંચકાજનક બાબત એ છે કે, વીએસનાં નિયોનેટલ વોર્ડમાં ગટરનું પાણી ઉભરાતા વોર્ડમાં સારવાર હેઠળનાં 34 બાળકોને ચેપ લાગવાનો ખતરો ઉભો થયો છે. જો કે, હોસ્પિટલતંત્ર જણાવી રહ્યું છે કે, પાઇપ તુટી જવાને લીધે ગટરનું પાણી ઉભરાયું છે અને અમે સાફ સફાઇ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કરનાં પ્રતિનિધિએ નિયોનેટલ વોર્ડની મુલાકાત લેતા જોવા મળ્યું કે, હોસ્પિટલના ગેટમાંથી પ્રવેશતા ડાબી બાજુની બિલ્ડિંગમાં સ્ત્રીઓનો વિભાગ અને નિયોનેટલ વોર્ડની આસપાસ ગટરનું પાણી ઉભરાતું હતું. નિયોનેટલ વોર્ડમાં બાળકનાં સગા અસલમ શેખે જણાવ્યું કે, અમે હોસ્પિટલનાં સેનેટરી ઈન્સ્પેક્ટરને જાણ કરતાં તેમણે પાઇપ ફાટી ગઇ છે રિપેર થઇ જશે તેવો ઉદ્ધત જવાબ આપ્યો હતો.

વોર્ડમાં ઠેર ઠેર ગટરનું પાણી ઊભરાતું હતું
નિયોનેટલ વોર્ડ અને સ્ત્રીઓના વોર્ડની આસપાસ ઠેર ઠેર ગટરનું પાણી ઉભરાતું હતું. ત્યાં સુધી કે દર્દીના સગાને બેસવાના બાંકડા પાસે અને નર્સિગ સ્ટાફ બેસે છે તે જગ્યાએ ગંદકી જોવા મળી હતી.

પાઈપ તૂટતા ગટરનું પાણી ઊભરાયું છે
નવી બિલ્ડિંગની પાસે લગાવેલા પતરા પાસેથી ગટરની પાઇપ તુટી છે, જેથી નિયોનેટલ વોર્ડ સહિત બિલ્ડિંગમાં ગટરનું પાણી ઉભરાયું છે.બિલ્ડિંગનાં શૌચાલય બંધ કરવા પડે તેમ છે, જેથી અમે નિયોનેટલ વોર્ડનો એક વિભાગ બંધ કર્યો છે. ડો. સંદીપ મલ્હાન, સુપરિટેન્ડેન્ટ, વીએસ

અન્ય સમાચારો પણ છે...