તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્નેક્ટના મેમ્બર્સે ઈન્ડિયન આર્ટ અને કલ્ચર વિશે જાણ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોલિટેર વિમેન ગ્રૂપનું મીટઅપ યોજાયું

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં ક્નેક્ટ વિમેન ગ્રૂપ દ્વારા બિઝનેસ મીટનું આયોજન કરાયું હતું. કનેક્ટ ગ્રૂપનાં પર્લ અને સોલિટેર વિમેન મીટ યોજાઇ હતી. જેમાં બંનેવ ગ્રૂપની વિમેન મેમ્બર્સે બિઝનેસ નેટવર્કિંગ પર વાત કરી હતી અને તેમનાં બિઝનેસને પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. સોલિટેર મીટમાં આર્ટિસ્ટ ચાૈલા દોશી અને અપેક્ષા શાહ દ્વારા આર્ટ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. આર્ટિસ્ટ ચાૈલા દોશીએ આર્ટ વિશે જણાવ્યું કે,‘ઈન્ડિયન આર્ટને લોકો સુધી લઈ જવું જરૂરી છે. સિટીનાં લોકોને આર્ટની ખાસ જાણકારી નથી.’ જ્યારે પર્લ મીટમાં સી.એ મુદ્રા કંસાલ અને વી ક્રાફટનાં મિતાલી શાહ દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. આ સાથે સોલિટર ચેપ્ટરનાં બિઝનેસ વિમેનનાં એક ફોરમે ગ્રૂપનાં મેમ્બર્સ ને 10 લાખનો બિઝનેસ આપ્યો હતો. આ સાથે ગ્રૂપની મેમ્બર્સનાં બિઝનેસનું ડિસ્પલે ટેબલ પણ રાખવામાં આવ્યું હતું. આ બંનેવ મીટમાં ક્નેક્ટ ગ્રૂપનાં ફાઉન્ડર નાઈકા અગ્રવાસ અને જલ્પા જાેશિપુરા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

ક્નેક્ટનાં પર્લ ગ્રૂપની વિમેન મેમ્બરે બિઝનેસ નેટવર્કિંગ પર વાત કરી

ફોરમે ગ્રૂપની મેમ્બર્સને સૌથી વધુ બિઝનેસ આપવા સર્ટિૅફિકેટ એનાયત કરાયું

રિચા દેસાઈ

ફાઉન્ડર જલ્પા જોશિપુરા સાથે મેમ્બર્સ

રશ્મિ છજ્જર

અન્ય સમાચારો પણ છે...