તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાઈટશિફ્ટ છે કહી, પતિ બે પત્નીના ઘરે એક-એક દિવસ રોકાતો, માર્કેટમાં બંને પત્નીની મુલાકાતથી 8 વર્ષે ભાંડો ફૂટ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાપુનગરમાં એક યુવકે બે લગ્ન કર્યાં હતાં અને બંને પત્ની આ વાતથી અજાણ હતી. યુવક નોકરીમાં નાઇટ શિફ્ટ હોવાનું કહીને બંને સાથે એક-એક રાત રોકાતો હતો, પરંતુ આ બંને પત્ની માર્કેટમાં ભેગી થઈ જતાં 8 વર્ષે ભાંડો ફૂટ્યો.

થોડા દિવસ પહેલાં મહિલા હેલ્પલાઇન ‘અભયમ્’ 181 પર બાપુનગરની રાવી નામની યુવતીએ ફોન કરી મદદ માગી હતી કે, ‘મારા પતિ તેની બીજી પત્ની દીપિકા સાથે તેના ઘરમાં છે. પતિનું એક્ટિવા બહાર પડ્યું છે, પણ હું અંદર નહીં જાઉં. તમે આવો.’ હેલ્પલાઇનના કાઉન્સેલર લીનાબહેન પહોંચ્યાં હતાં. તેણે લીનાબહેનને જણાવ્યું હતું કે, ‘મારાં લગ્ન 2012માં ગોતાના જિજ્ઞેશ મિશ્રા સાથે થયા હતા. અમારે સાડા પાંચ વર્ષનો દીકરો છે. 15 દિવસ પહેલા મને પતિના બીજા લગ્નની જાણ થતાં મેં આપઘાતનો પ્રયાસ કર્યો હતો.’

પતિના અન્ય લગ્નની વિશે મહિલાએ જણાવ્યું કે, ‘એક વાર મેં ફેસબુક પર અન્ય યુવતી સાથે મારા પતિના ફોટા જોયા હતા. ત્યારે મેં તેમને પૂછ્યું કે આ યુવતી કોણ છે? ત્યારે તેમણે મને કહ્યું હતું કે તે મારી મિત્ર છે અને હું માની ગઈ હતી. 15 દિવસ પહેલા હું ગોતા માર્કેટમાં મારી દેરાણી સાથે કામથી ગઈ હતી જ્યાં મારા પતિ સાથે ફોટામાં રહેલી દીપિકા સામે મળતાં મેં તેના જિજ્ઞેશ સાથેના ફોટા બતાવી પૂછ્યું હતું કે જિજ્ઞેશ તમારો શું થાય? ત્યારે તેણે જિજ્ઞેશ તેના પતિ હોવાનું કહ્યું હતું. આ વાત મેં ઘરે આવી મારાં સાસરિયાંને કરતા તેમણે મને કહ્યું હતું કે, આ વાતની અમને ખબર છે તારે જે કરવું હોય તે કરજે. આથી મને આઘાત લાગતાં મેં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.’

બીજી તરફ દીપિકાને પણ જિજ્ઞેશે લગ્ન કરી લીધા હોવાની જાણ ત્યારે થઈ જ્યારે પોલીસે જિજ્ઞેશ સામે થયેલી ફરિયાદ પછી પહેલી પત્ની દીપિકાને ફોન કરી જિજ્ઞેશ અંગે પૂછપરછ કરી હતી.

(મહિલાઓનાં નામ બદલ્યાં છે)

બંને પત્નીને એક-એક સંતાન પણ છે
દીપિકા અને જિજ્ઞેશે 2011માં પ્રેમલગ્ન કર્યાં હતાં અને હાલ દીપિકાને અઢી વર્ષના દીકરો છે. મહિલા હેલ્પલાઇનનાં લીનાબહેને દીપિકા અને રાવી બંનેને પૂછ્યું કે, કેમ તમને આટલાં વર્ષો સુધી ખબર ન પડી? ત્યારે બંનેએ કહ્યું કે, જિજ્ઞેશ એક રાત આવે અને કહે કે હું લેબોરેટરીમાં નાઈટ શિફ્ટમાં કામ કરું છું. આમ કહી તે બંને ઘરે એક એક દિવસ રોકાતો હતો.

અન્ય સમાચારો પણ છે...