તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતંગનું વેચાણ 30% ઘટ્યું પણ ધાબાના ભાડા 10 હજાર વધ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ | આ વર્ષે પતંગ-દોરીના ભાવમાં ગત વર્ષની સરખામણીએ કોઈ વધારો થયો નથી. જો કે, વેચાણમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું અગ્રણી વેપારીઓનું કહેવું છે. બીજી તરફ ખાડિયા-રાયપુરમાં આવેલી કેટલીક પોળોના ખાલી ઘરના ધાબા ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણ નિમિત્તે ભાડે અપાતા હોય છે. આ વર્ષે ધાબાના ભાડાની કિંમત 10 હજાર સુધી વધી 25 હજાર સુધી પહોંચ્યા છે.

અત્યાર સુધી સુસ્ત રહેલા પતંગ બજારમાં ઉત્તરાયણ પૂર્વેના છેલ્લા રવિવારે ઘરાકી નીકળી
દરમિયાન પતંગ ઉત્પાદન એસોસિએશનના પ્રમુખ સરફુદ્દીન શેખના કહેવા મુજબ દર વર્ષે ઘરાકીમાં 10થી 20 ટકાનો વધારો થતો હોય છે. જો કે, આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ભાવમાં કોઈ ફરક ન હોવા છતાં ઘરાકી 30 ટકા સુધી ઘટી છે. છેલ્લા દિવસોમાં જ બજારમાં ભીડ જોવા મળી છે. સામાન્ય પણ અમદાવાદમાં 4થી 5 કરોડ અને ગુજરાતમાં 40થી 50 કરોડની પતંગ-દોરીનું વેચાણ થતું હોય છે. આ વર્ષે અમદાવાદમાં અત્યાર સુધી 3 કરોડના પતંગ-દોરીનું વેચાણ થયું છે.

પોળની ઉત્તરાયણનો રોમાંચ અલગ હોવાથી આ વર્ષે ભાડે મળતાં ધાબાની કિંમત વધી છે. દેશ-વિદેશથી આવતાં પતંગરસિકોએ 100થી વધુ ધાબા બુક કરાવ્યા છે. એનઆરઆઈ ઉપરાંત મુંબઈ, દિલ્હી, કચ્છ, ભૂજ જેવા શહેરોમાં સ્થાયી થયેલા અમદાવાદીઓ મિત્રો અને પરિવાર સાથે ઉત્તરાયણ ઉજવવા આ ધાબા ભાડે રાખતા હોય છે. ધાબાના ભાડાની કિંમત તેની ઉંચાઈ અને પહોળાઈને આધારે નક્કી થતી હોય છે. કેટલાક લોકો એક દિવસ માટે તો કેટલાક બે દિવસ માટે ધાબું ભાડે રાખતા હોય છે. કેટલાક તો બ્રેક ફાસ્ટથી માંડી ડીનર સુધી અને પતંગ-દોરી સાથે ધાબું ભાડે આપે છે.

25 હજાર સુધીની ઓફર છે
 પોળના એક ધાબા પર 15થી 20 લોકો સમાવી શકાય છે. અહીં ફક્ત ધાબુ ભાડે આપવામાં આવે તો પણ લોકો એક દિવસના લોકો 20થી 25 હજાર આપવા તૈયાર છે. એડવાન્સ પેટે 4 હજાર લેવામાં આવે છે. મુકેશ સોની, ધાબુ ભાડે આપનારા

ઊંચાઈ મુજબ ભાડું મળે છે
 ધાબું કેટલું ઊંચું અને કેટલું પહોળું છે તે મુજબ ભાડું નક્કી થાય છે. જો પોળમાં કોઈ સેલિબ્રિટી આવતી હોય તો ભાડું 25થી 30 હજાર થઈ જાય છે. પતંગરસિકો એ વાતનું પણ ધ્યાન રાખે છે કે આજુબાજુમાં ધાબા પર વધુ લોકો હોય જેથી મજા માણી શકાય. રાજુ શાહ, ધાબું ભાડે આપનાર

પતંગ-દોરીના વેપારીઓના જણાવ્યા અનુસાર જાન્યુઆરીની શરૂઆતથી પતંગ-દોરીની ઘરાકી નીકળતી હોય છે પણ આ વખતે છેલ્લા દિવસોમાં જ ખરીદનારા દેખાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો