તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરમાં ઠેકઠેકાણે રસોડા શરૂ, 8.95 લાખથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેવા પરમોધર્મ | વિવિધ સંસ્થા, મંદિરો, બેન્કે રાહત ફંડમાં દાન આપ્યું

ખાનપુરના જૈન શ્રાવક વિરેશ શેઠ ખાનપુર અને પાલડીના 800 ફ્લેટોમાં તૈયાર થઈ રહેલા ફૂડ પેકેટ દરરોજ કાલુપુરથી રિલીફ રોડ, રતનપોળ વિગેરે વિસ્તારોમાં જરૂરિયાતમંદોને પહોંચાડે છે. બહારગામથી આવેલા વેપારીઓને પણ ફૂડ પેકેટ અપાય છે. વીજળી ઘરથી કાલુપુર સુધી રસ્તા પર પડી રહેતા નિરાધારોને પાણી પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અન્ય વિસ્તારોમાં પણ પરબ શરૂ કરાઈ છે.

લક્ષ્મીકુંજના આર.કે. પરમાર, ચિરાગ સાગર-સુખ સાગર, રાઠોડપાર્કના રાજેશ પટેલ તરફથી સવાસો જરૂરિયાતમંદ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં
આવી રહી છે.

ખોખરાના મ્યુનિ. સફાઈ કામદારોના ક્વાર્ટ્સમાં રહેતા 400 પરિવારોને ખોખરાના સામાજિક અગ્રણીઓએ પીઆઈ સાથેના સ્ટાફ અને અધિકારીઓ આવીને સોશિયલ ડિસ્ટન્સ રાખીને કિટ આપી હતી.

અમદાવાદ | લૉકડાઉનના કારણે શ્રમિકો અને જરૂરિયાતમંદોની હાલત કફોડી બની છે. આ લોકોને ભોજન પહોંચાડવા સરસપુર અને જશોદાનગર વિસ્તારોમાં રસોડા શરૂ કરાયા છે. લૉકડાઉનમાં જરૂરિયાતમંદોનો 8.95 લાખ ફૂડ પેકેટનું વિતરણ કરાયું છે. જ્યારે પાલડીની દીપાવલિ સોસાયટીએ કચરાના નિકાલ માટે અલગ વ્યવસ્થા કરી છે. મલબાર હિલ જૈન સંઘે પણ ભોજન વ્યવસ્થા કરી હતી તેમ જ ખોખરાના મ્યુનિ. સફાઈ કામદારોના ક્વાર્ટ્સમાં 400 પરિવારને કિટ વિતરણ કરાયું હતું.

જરૂરિયાતમંદો માટે કેટલીક જગ્યાએ રસોડા ઊભા કરાયાં તો કેટલીક જગ્યાએ કિટ અપાઈ

સરસપુર, બાપુનગર સહિત આસપાસના મજૂર અને જરૂરિયાતમંદો ભૂખ્યા ન રહે માટે ઉત્તર ભારતીય વિકાસ પરિષદે 5 દિવસથી સરસપુરમાં રસોડું શરૂ કર્યું છે. અહીં રોજ સવાર અને સાંજ માટે 4 હજાર લોકોનું ભોજન તૈયાર કરાય છે. આ અંગે દિનેશ કુશવાહે કહ્યું કે, મજૂરો અને જરૂરિયાતમંદો માટે પૂરી શાક અને ખીચડી બનાવવામાં આવી રહી છે.

જશોદાનગરના મણિલાલ ગાંધી વાનપ્રસ્થાશ્રમમાં મહિલાઓ દ્વારા છેલ્લા 6 દિવસથી વટવા જીઆઈડીસીના 500 જેટલા શ્રમિકો માટે સવાર અને સાંજના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
અન્ય સમાચારો પણ છે...