તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેલો ઈન્ડિયા: મહેશને હર્ડલ્સમાં ગોલ્ડ, ગુજરાતના 28 મેડલ થયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંડર-21 400 મીટર હર્ડલ્સની ફાઈનલમાં ગુજરાતના મહેશે ગોલ્ડ જીત્યો. તેણે રેસ 51.42 સેકન્ડમાં પૂર્ણ કરી. મહારાષ્ટ્રના પીટરને સિલ્વર અને ગુજરાતના જ રુચિત મોરીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એથ્લેટિક્સની બોય્ઝ અંડર-21માં 10000 મીટરમાં ગુજરાતના વિશાલ વશરામભાઈ મકવાણાએ 31:42.08 મિનિટના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે સાઈક્લિંગમાં બોય્ઝ અંડર-21માં 100 km રેસમાં ગુજરાતના સુરતના સચિન શર્માએ 2:34:15.63 સમય લઈ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. જ્યારે સુરતની જ મુસ્કાન ગુપ્તાએ અંડર-17 ગર્લ્સની 30 KM માસ સ્ટાર્ટ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે જુડોની રમતમાં ગુજરાતી ખેલાડીઓના પ્રદર્શનની વાત કરીએ તો 44 કિ.ગ્રા.માં અલ્પા વાઢેરે ગોલ્ડ મેડલ જીત્યો હતો. 48 કિ.ગ્રા.માં રિશિતા કારેલિયાએ ગોલ્ડ મેડલ જીત્યો. 55 કિ.ગ્રા. કેટેગરીમાં અનિકેત બાંસોદે ગોલ્ડ મેડલ જીત્યો. જ્યારે 66 કિ.ગ્રા. કેટેગરીમાં વિપુલ ચૌધરીએ બ્રોન્ઝ તથા 73 કિ.ગ્રા. કેટેગરીમાં આર્યનકુમાર પટેલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. શૂટિંગ ઈવેન્ટ્સમાં અંડર-17 બોય્ઝમાં 10 મીટર એર રાઈફલ શૂટિંગમાં અમદાવાદના કેવલ પ્રજાપતિએ સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે અંડર-21 બોય્ઝની 10 મીટર એર રાઈફલ શૂટિંગની ઈવેન્ટમાં રુશિરાજ જાડેજાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગુજરાત 10 ગોલ્ડ, 9 બ્રોન્ઝ અને 9 સિલ્વર સાથે ગેમ્સ પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો