તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Khadia Pi Suspension After Raids On Gambling Site Of Monitoring Cell 024606

મોનિટરિંગ સેલના જુગાર અડ્ડા પર દરોડા બાદ ખાડિયા પીઆઈ સસ્પેન્ડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના વધુ એક પી.આઇ.ને કામમાં ગંભીર બેદરકારી હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. રાયપુરમાં હજીરાની પોળમાં કુખ્યાત મોન્ટુ નામદારના જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ દ્વારા દરોડો પાડી 25 જુગારીઓની ધરપકડ કરી 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ખાડિયા પોલીસની ગંભીર બેદરકારી હોવાનું રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ નોંધીને ખાડિયાના પી.આઈ એન.એન પારગીને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો. ઉલ્લેખનિય કે, અગાઉ સાબરમતી પોલીસ સ્ટેશનના પી.આઇને પણ સસ્પેન્ડ કરાયા હતા. સ્ટેટ મોનિટરીંગ સેલના પાછલા છ મહિનામાં અમદાવાદ શહેરમાં અનેક મોટા દરોડોમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ખાડીયા પી.આઈને સસ્પેન્ડ કરવાનો આદેશ પોલીસ વડાએ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...