જસ્ટિસ બેદી સમિતિએ ગુજરાતના 3 એન્કાઉન્ટરને નકલી ગણાવ્યા, 9 પોલીસ કર્મી પર કેસની ભલામણ

તપાસ | ઈન્સ્પેક્ટર રેન્કના 3 અધિકારીઓ પર કાર્યવાહીની ભલામણ કરી, કોઈ IPS અધિકારીના નામ નથી સમિતિએ ત્રણ...

DivyaBhaskar News Network | Updated - Jan 12, 2019, 02:47 AM
Ahmedabad News - justice bedi committee 3 gujarat accused of being fake 9 policemen recommended for the case 024718
ગુજરાતમાં 2002થી 2006 દરમિયાન કથિત અથડામણોના 17 કેસોની તપાસ કરનારી જસ્ટિસ એચ.એસ. બેદી સમિતિએ ત્રણ કેસોમાં નવ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કેસ ચલાવવાની ભલામણ કરી છે. તેમાં ઈન્સ્પેક્ટર રેન્કના ત્રણ અધિકારી પણ છે. સમિતિએ કોઈ આઈપીએસ અધિકારી વિરુદ્ધ કાર્યવાહીની ભલામણ કરી નથી.

સુપ્રીમ કોર્ટ સક્ષમ દાખલ ફાઈનલ રિપોર્ટમાં સમિતિએ કહ્યું છે કે ગુજરાત પોલીસના અધિકારીઓએ પ્રથમ દૃષ્ટિએ સમીર ખાન, કાસમ જાફર અને હાજી ઈસ્માઈલને નકલી એન્કાુન્ટરમાં ઠાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ 17 કેસોની તપાસ માટે સુપ્રીમ કોર્ટે જ જસ્ટિસ બેદીની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી હતી. સમિતિે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટને તેનો રિપોર્ટ સોંપ્યો હતો. 9 જાન્યુઆરીએ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાલી બેંચે આ રિપોર્ટની નકલ ગીતકાર જાવેદ અખ્તર અને અન્ય અરજદારોને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. રિપોર્ટ ગુપ્ત રાખવા સંબંધી રાજ્ય સરકારની માગણી કોર્ટે ફગાવી દીધી હતી.

1. સમીર ખાન | સમીર મે 1996માં એક કોન્સ્ટેબલની હત્યા કરી પાકિસ્તાન જઈને જૈશ-એ-મોહમ્મદમાં જોડાઈ ગયો હતો. પછી નેપાળના માર્ગે પાછો ફર્યો હતો. 2002માં અક્ષરધામ મંદિર પર હુમલા પછી તેના પાકિસ્તાની આકાઓએ તેને અમદાવાદ જઈ નરેન્દ્ર મોદીની હત્યા કરવા કહ્યું. સમીર દેશ વિરુદ્ધ યુદ્ધ શરૂ કરવાના આરોપમાં પકડાયો હતો. ક્રાઈમ બ્રાંચ તેને કોન્સ્ટેબલની હત્યાના સ્થળે લઈ ગઈ હતી. દાવો છે કે ઈન્સ્પેક્ટર વાઘેલાની રિવોલ્વર આંચકી ગોળીબાર કરતા સમીર ભાગ્યો ત્યારે ઈન્સ્પેક્ટર તરુણ બારોટ અને એ.એ. ચૌહાણે તેને ગોળી મારી દીધી.

સમિતિએ મેડિકલ રિપોર્ટ અને અન્ય પુરાવના આધારે એન્કાઉન્ટરને નકલી ગણાવ્યું. ઈન્સ્પેક્ટર કે. એમ. વાઘેલા, ટી. એ. બારોટ વિરુદ્ધ હત્યાનો કેસ ચલાવવા ભલામણ કરી. ઈન્સ્પેક્ટર ચૌહાણનું મોત થઈ ગયું છે.

2. કાસમ જાફર | પોલીસનો દાવો છે કે તેને 13 એપ્રિલ 2006ના અમદાવાદની એક હોટેલમાંથી 17 અન્ય લોકો સાથે ઉઠાવાયો હતો. પોલીસ સ્ટેશન લઈ જતી વકતે તે પોલીસની અટકાયતમાંથી ભાગી ગયો. એક દિવસ પછી પૂલ નીચે તેનું શબ પડેલું મળ્યું.

સમિતિએ કહ્યું કે સબ ઈન્સ્પેક્ટર જે. એમ. ભારદ્વાજ અને કોન્સ્ટેબલ ગણેશભાઈ પ્રથમ દૃષ્ટીએ આ હત્યામાં સામેલ હતા. તેમના વિરુદ્ધ કેસ ચલાવવાની જરૂર છે.

3. હાજી ઈસ્માઈલ | પોલીસનો દાવો છે કે તેને 9 ઓક્ટોબર, 2005ના માહિતી મળી હતી કે કુખ્યાત દાણચોર હાજી ઈસ્માીલ તેની મારુતિ ઝેનમાં જઈ રહ્યો હતો. ઈસ્માઈલ કારમાંથી બહાર નીકળ્યો અને પોલીસ પાર્ટી પર ગોળીબાર કર્યો. પોલીસે વળતો ગોળીબાર કર્યો. ત્યાર બાદ તેનું મોત થયું.

સમિતિએ ઈન્સ્પેક્ટર કે.જી. એરદા, સબ ઈન્સ્પેક્ટર એલ.બી. મોનપારા, જે. એમ. યાદવ, એસ.કે. શાહ અને પરાગ પી. વ્યાસ વિરુદ્ધ કેસ ચલાવવા ભલામણ કરી.

X
Ahmedabad News - justice bedi committee 3 gujarat accused of being fake 9 policemen recommended for the case 024718
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App