તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓછી ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓ માટે જોબ ફેર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ગુજરાત યુનિવર્સિટીમાં ઓછી ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓ માટે જાન્યુઆરી બાદ મેગા જોબ ફેર યોજાશે, જેમાં સાયન્સ, કોમર્સ, આર્ટસ, લો, એજ્યુકેશન સહિતની વિદ્યાશાખાના સ્નાતક પરંતુ ઓછી ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓને આવરી લેવાશે. આ મેગા જોબ ફેરને લગતી વિસ્તૃત વિગતોની આગામી દિવસોમાં જાહેરાત કરાશે.

સામાન્ય રીતે ગુજરાત યુનિવર્સિટી સહિતની વિવિધ યુનિવર્સિટીઓમાં ઊંચી ટકાવારી વાળા કે મધ્યમ ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓને માટે જોબ ફેર યોજાય છે, જેમાં પ્લેસમેન્ટ સેલના દિશા નિર્દેશ મુજબ વિવિધ કંપનીઓ નોકરી ઓફર કરે છે. જો કે સામાન્ય પરિવારના અથવા તો ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ કે જેમનું પરિણામ સારું આવ્યું ન હોય તેમને નોકરી મેળવવામાં ઘણી તકલીફ પડે છે. આવા વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને આ કવાયત હાથ ધરવામાં આવી છે.

રોજગાર ઇચ્છુક યુવાનોને લાભ
યુનિવર્સિટી સાથે સંકળાયેલ આર્ટસ, કોમર્સ વિદ્યાશાખાની કોલેજોમાં અભ્યાસ કરતા આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા, રોજગાર ઈચ્છુક વિદ્યાર્થીઓને આનો સીધો લાભ થશે.

અન્ય સમાચારો પણ છે...