તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Jamchhachaliah Custodial Death Case Chance Of Judgment On 18th April 054504

જામખંભાળિયા કસ્ટોડિયલ ડેથ કેસ,18 એપ્રિલે ચુકાદાની શક્યતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામખંભાળિયા કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને તેમણે માગેલી ઠરાવોની નકલ આપવા માટે કરેલી રિટને હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી છે. બીજી તરફ તેમણે 3 આઇપીએસ અધિકારીઓને સાક્ષી તરીકે બોલાવવા માટે કરેલી અરજી 18મી એપ્રિલ પર મુલતવી રાખવામાં આવી છે.

આ કેસની વિગત એવી છે કે, જામખંભાળિયાના 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં આરોપી પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટે તેમને કેટલાક દસ્તાવેજો સરકાર દ્વારા આપવામાં આવ્યા નહીં હોવા અંગે રજૂઆત કરતી રિટ કરી હતી, જેમાં એડવોકેટ પાર્થિવ ભટ્ટે એવી રજૂઆત કરી હતી કે, સરકાર દ્વારા 1990માં આ કસ્ટોડિયલ મૃત્યુના ઠરાવોની નકલ તેમણે સરકાર પાસે માગવા છતાં આપવામાં આવી નથી. આ ઉપરાંત આરોપી સંજીવ ભટ્ટની કેસમાં ધરપકડ નહીં કરવા માટે કરેલા ઠરાવની નકલ પણ આપવામાં આવી નથી. જે કેસમાં હાઇકોર્ટે સંજીવ ભટ્ટે માગેલી નકલો આપવા માટે આદેશ આપ્યો છે.

સંજીવ ભટ્ટ દ્વારા આ કેસમાં સાક્ષી તરીકે તત્કાલિન 3 ઉચ્ચ અધિકારીઓ ટી.એસ. બીસ્ટ, પી.પી. પાંડે અને શર્માની જુબાની લેવા દાદ માગવામાં આવી હતી. હાઇકોર્ટે તમામ દલીલો પૂર્ણ થતાં કેસને ચુકાદા પર મૂલતવી રાખી છે. આગામી 18મી એપ્રિલે આ કેસમાં હાઇકોર્ટ ચુકાદો આપે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...