તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અેકના ચાર ગણા આપવાની લાલચે કરોડોની ઠગાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રખિયાલમાં એકના ચાર ગણા પૈસા આપવાની લાલચ આપી સંખ્યાબંધ લોકો પાસેથી કરોડો ઉઘરાવી છેતરપિંડી કરનારા 7 સામે ફરિયાદ નોંધાઈ છે. રામોલમાં રહેતા બબીતા રાવત અને અન્ય રોકાણકારોને જીવનસેવા માર્કેટિંગ પ્રા.લિ.ના સંચાલકો હરીશ લબાના, સંદીપ બહેરાવત, બાબુરાવ કદમ, અમજદઅલી હાશમી, શીતલ રવિકદમ, મુસ્તાક શેખ અને ઇન્દ્રજિત પ્રજાપતિએ લોભામણી લાલચ આપી પ્રથમ વખત રૂ. 1,99,000ના રોકાણ સામે 9 લાખ આપવાની યોજના બતાવી હતી. કંપનીના સંચાલકોની વાતોમાં આવી લોકોએ રોકાણ કર્યું હતું જેની સામે તેમને સ્કીમ મુજબ કોઈ વળતર આપ્યું નહોતું. આથી તેમણે સાતેય સામે જીપીઆઈડી એક્ટ સહિતની છેતરપિંડીની કલમો હેઠળ છેતરપિંડીનો ગુનો દાખલ કરાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...