તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘આરોપી અધિકારીઓએ ઇશરતની હત્યા કરી હતી’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇશરત જહાં સહિત ચારની પોલીસ અધિકારીઓએ કાવતરું ઘડી અપહરણ કરી ઠંડે કલેજે હત્યા કરી હોવાથી તેમની સામે કોર્ટે તહોમતનામું ઘડી કાનૂની કાર્યવાહી હાથ ધરવી જોઇએ તેવી સીબીઆઇ અને ઇશરતની માતા શમીમા કૌશરે દલીલ કરી છે. દલીલો બાદ સીબીઆઇ જજ જે.કે.પંડ્યાએ વધુ સુનાવણી 16 એપ્રિલે રાખી છે.

અગાઉ આ કેસમાં નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારી ડી.જી.વણજારા અને એન.કે.અમીને બિનતહોમત છોડી મૂકવા અરજી કરી રજૂઆત કરી હતી કે તેમણે પોલીસ અધિકારીના ફરજના ભાગે એન્કાઉન્ટર કર્યું હતું અને તેમની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવા સરકારે સીઆરપીસીની કલમ 197 મુજબ સીબીઆઇને મંજૂરી આપી નથી. આથી બિનતહોમત છોડી મૂકવા જોઇએ. જોકે તેનો વિરોધ કરતા સીબીઆઇ અને શમીમાએ દલીલો કરી છે કે, આ કેસમાં પ્રોસીક્યુશન સેક્શનની જરૂર નથી. કલમ 197 એવા કેસમાં લાગુ પડે કે જેમાં સરકારી કામ અર્થે ગુનો થયો હોય તો તેનું પ્રોટેક્શન મળે પરંતુ આ કેસમાં હત્યા કરી છે.

અન્ય સમાચારો પણ છે...