તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Ironman Based On Sardar Based 39ironman39 Will Be Played In America39s 30th Century 055047

અમેિરકાના 30 િસટીમાં સરદાર પર આધારીત ‘આયર્નમેન’ ભજવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીક ભટ્ટ cbamdavad@gmail.com

અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર પટેલે દેશ માટે આપેલા પ્રદાનને મંચ આપવા માટે અમદાવાદનું એક ડ્રામા ગ્રૂપ અમેરિકાના 30 શહેરમાં ‘સરદાર પટેલ ધ આયર્ન મેન’ નામના નાટકનું હિન્દી-અંગ્રેજી ભાષામાં મંચન કરશે. અમેરિકામાં વસતા ગુજરાતીઓ, ભારતવાસીઓ તેમજ અમેરિકનોને આપણા રિયલ લાઈફ હીરોની વિચારધારા-પ્રદાન- કુનેહ અંગેની જાણકારી મળે તે હેતુસર એપ્રિલથી જૂન મહિના દરમ્યાન ભારતમાં 1928ની સાલથી 1949ના વર્ષ સુધીનો ઘટનાક્રમ આ નાટકમાં વણી લેવામાં આવ્યો છે.

જેમાં ભારતના ભાગલા પાડવા પાછળની અંગ્રેજોની કૂટનીતિ, સરદાર વલ્લભભાઈ પટેલે 562 દેશી રજવાડાઓનું ભારતમાં કરેલુ વિલીનીકરણ, દેશની સ્વતંત્રતા માટે સરદારે આપેલો સિંહફાળો સહિતની બાબતોને 20 દ્રશ્યોને આવરી લેવામાં આવશે.

આ નાટકના લેખક-દિગ્દર્શક અભિનેતા પ્રો. વિક્રમ પંચાલ અને શૌનક વ્યાસ કહે છે ‘કે,‘ ભારતને આઝાદી આપણને કેવી રીતે મળી ω દેશમાં કુલ 562 દેશી રજવાડાઓનું વિલીનીકરણ કેવી રીતે કરાયું ω ભારત અખંડ ભારત કેવી રીતે બન્યું ω બારડોલી સત્યાગ્રહ પાછળની સફળતા પાછળ સરદારની ભૂમિકા, લોકોએ સરદારને સરદારનું બિરુદ આપ્યું તે પછી ગાંધીજીએ સરદારને દેશના સરદાર કહેતા તેઓ દેશના સરદાર બન્યા. તેમજ લોર્ડ માઉન્ટ બેટન, લોર્ડ વેવેલે ભારતના ભાગલા કરવા પાછળ પાકિસ્તાન હસ્તકનો ફળદ્રુપ પ્રદેશ કે જેની આજુબાજુ રશિયા, અફઘાનિસ્તાન,ચાઈનાની બોર્ડર આવેલી છે. તે કારણભૂત હતો તેને આવરી લેવામાં આવી છે.’

અમેરિકામાં વસતા ગુજરાતીઓ સરદારના ગુણોથી વાકેફ થશે
પ્રો. વિક્રમ પંચાલ, નાટ્યવિદ્દ

 આ નાટક સરદારના વ્યક્તિત્વના વિવિધ પાસાઓ ઉજાગર કરે છે. ‘સરદાર પટેલ ધ આયર્ન મેન’માં નાટકમાં સરદારની નીડરતા, નેતૃત્વ ક્ષમતા, દૂરંદેશીપણુ ઉપરાંત એક એવું વ્યક્તિત્વ કે જે ભારતના ઈતિહાસમાં ભાગ્યે જ બીજુ જોવા મળ્યું છે ગુણોથી ઓડિયન્સ વાકેફ થશે.

અમેરિકાના આ શહેરોમાં થશે આયર્નમેન નાટકનુ મંચન
ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, વર્જિનિયા, ટેક્સાસ, લોસ એન્જેલન્સ, કેરોલિના, ડલાસ, સ્ટેન્ડફર્ડ, બોસ્ટન, ફ્લોરિડા, ડેમ્પા-ઓર્લેન્ડો, બેન્ડિન્ટન, શિકાગો, એટલાન્ટા, જ્યોર્જિયા, વોશિગ્ટન,ફિલાડેલ્ફિયા,સાન ફ્રાન્સિસ્કો

અન્ય સમાચારો પણ છે...