તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂપક તાલમાં રાગ સાવેરીની પ્રસ્તુતિ કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સપ્તક સંગીત સમારોહની 12મી રાત્રિના પ્રારંભે કથાનૃત્ય અંતર્ગત ગાયન, વાદન અને નૃત્યની પ્રસ્તુતિ થઈ. સનદી અધિકારી અને વોકલિસ્ટ ડૉ. જયંતી રવિએ રૂપક તાલમાં રાગ સાવેરીની પ્રસ્તુતિ કરી. તેમની સાથે નૃત્યકાર કૃપા રવિએ વર્ણમ, તિલ્લાના અને મધુરાષ્ટકમ રજૂ કર્યુ. તેમની સાથે અદિત રવિએ ફ્લૂટ પર અને સતિશ ક્રિષ્ણમૂર્તિએ મૃદંગમ પર સંગત કરી. તો સવારના સેશનમાં રાજા કાલેનું ગાયન અને શુભેન્દ્ર રાવનું સિતારવાદન રજૂ થયું.

સેશન 1

કર્ણાટકી સંગીત અને તેમાં ગાયન અને વાદનની સાથે નૃત્યનું સમન્વય જોવા મળ્યું. ડૉ. જયંતી રવિના ગાયન સાથે તેમના પુત્રી કૃપા રવિએ ક્લાસિકલ નૃત્યની પ્રસ્તુતિ કરી.

સૂરનું કવરેજ શબ્દો કરશે તે અંતર્ગત અમર ભટ્ટનો અહેવાલ
વર્ષની શરૂઆત સંગીતમય તો આખું વર્ષ સંગીતમય
સૂ ફી સંત મૌલાના જલાલુદ્દીન રૂમીએ એવા સ્થળની વાત કરેલી કે જ્યાં સઘળું સંગીત હોય. સપ્તક શાસ્ત્રીય સંગીત સમારોહને લઈને અમદાવાદ સંગીતમય બને છે. વર્ષની શરૂઆત સંગીતમય થાય છે ને આખું વર્ષ સંગીતમય જાય છે. છેલ્લા 40 વર્ષથી આમ બનતું આવ્યું છે. શાસ્ત્રીય સંગીતનું શ્રવણ મારું એકાંત શણગારે છે.

11મી રાતે સૌપ્રથમ સિતાર શહેનાઈની જુગલબંદીમાં ગૌરવ મજમુદાર અને સંજય શંકરે રાગ પૂરવી કલ્યાણ અને યમન માંજની આહલાદક પ્રસ્તુતિ કરી. સિતાર સાંભળીને ગૌરવજી પંડિત રવિશંકરના શિષ્ય છે તેવી અનુભૂતિ પાકી થઇ. તો બીજા દોરમાં સુશ્રી માધવી ઝાલા અને એમનાં પુત્રી ડૉ. નિહા ઝાલાનું કથ્થક નૃત્ય પ્રસ્તુત થયું. પરંપરાગત શૈલીમાં કલાકારોએ લયની લીલા રજૂ કરી. આરંભે સરસ્વતી વંદના બાદ 16 માત્રાના ત્રિતાલ અને 15 માત્રાના તાલ પંચમ સવારીમાં કથ્થક નૃત્ય શૈલીના ટુકડા, થાટ, પરમેલુ જેવાં જુદાં જુદાં પાસાંની રજૂઆતમાં ઉમાશંકર જોશીનો શબ્દપ્રયોગ ઉપયોગમાં લઈને કહું તો ‘નાદતત્ત્વના પ્રયોગો’ જોવા મળ્યા. અંતિમ ચરણમાં રાહુલ શર્માએ સંતૂર વાદનમાં રાગ રાગેશ્રીમાં આલાપ, જોડ, ઝાલા પછી 9 માત્રાના મત્ત તાલ અને મધ્ય અને દ્રુત ત્રિતાલમાં ગત પ્રસ્તુત કરી. શ્રી રામકુમાર મિશ્રએ તબલાં સંગત કરી. સંતૂર એ એવું સુંવાળું વાજિંત્ર છે કે જેનો ધ્વનિ સાંભળીએ ત્યારે આપણાં કાનમાં પીંછું ફરતું હોય એમ લાગે. વાદન દરમિયાન તત્ત્વજ્ઞાન સંદર્ભે લખાયેલા કબીરસાહેબના આ શબ્દો ઘુમરાયા કરતા હતા ‘જંતરી જંત્ર અનુપમ બાજે’ તો કવિ ચંદ્રકાન્ત શેઠના ગીતના આ શબ્દો પણ યાદ આવતા હતા ‘જંતર ઝીણું વાગે, જીવમાં જંતર ઝીણું વાગે’.

આજે સપ્તકમા ઃ 1. ઈન્દ્રાણી મુખરજી (વોકલ), નકુલ મિશ્રા (તબલા), પારોમિતા મુખરજી (હાર્મોનિયમ) | 2. જોશ ફિનબર્ગ (સિતાર સારંગી ડ્યૂએટ), સાબિર ખાન, ફઝલ કુરેશી (તબલા) | 3. પં.બિરજુ મહારાજ, સાશ્વતી સેન, ક્રિષ્નમોહન મિશ્રા (કથક), રામમોહન મિશ્રા, ઈપ્શિતા મિશ્રા, જયવર્ધન દધિચ (વોકલ), મુકુંદરાજ દેબ (તબલા), ઈકરામખાન (સારંગી), મેહમૂદ ખાન (સિતાર)

સપ્તકની 12મી રાત્રિના પ્રારંભે વોકલિસ્ટ ડૉ. જયંતી રવિએ
અમર ભટ્ટ

એડવોકેટ, સ્વરકાર

સપ્તકની પ્રથમ સાંજની યાદો
40મા સપ્તક સંગીત સમારોહની 12મી રાતે પ્રથમ સપ્તક સંગીત સમારોહની યાદો તાજી થઈ. બીજુ સેશન રાહુલ દેશપાન્ડેના ગાયનનું હતું પણ તેઓ અનિવાર્ય સંજોગોને લઈને ઉપસ્થિત ન રહ્યા. પછી 18મી નવેમ્બરને 1980ના રોજ જયશંકર સુંદરી હોલમાં સપ્તકની પ્રથમ સાંજે ભારતરત્ન પંડિત રવિશંકરે રાગ કૌંશી કાનડા વગાડેલો તેના રેકોર્ડિંગની પ્રસ્તુતિ થઈ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો