તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ટ્રા-ડે સેન્સેક્સ 41900, નિફ્ટી 12338 નવી ટોચે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સેન્સેક્સ અને નિફ્ટીએ નવાં કિર્તીમાન સ્થાપવા સાથે ભારતીય ઇક્વિટી માર્કેટ્સમાં ફુલગુલાબી તેજીનો માહોલ જળવાઇ રહ્યો છે. સેન્સેક્સે આજે ઇન્ટ્રા-ડે 41900 પોઇન્ટ અને નિફ્ટીએ 12338 પોઇન્ટની નવી ઊંચી સપાટીઓ નોંધાવી હતી. દિવસના અંતે સેન્સેક્સ 259.97 પોઇન્ટના સુધારા સાથએ 41859.69 પોઇન્ટ અને નિફ્ટી 72.75 પોઇન્ટ વધી 12329.55 પોઇન્ટ બંધ રહ્યો હતો. તમામ સેક્ટોરલ્સ ગ્રીન ઝોનમાં બંધ રહેવા સાથે રિયાલ્ટી ઇન્ડેક્સ 2.12 ટકા સુધર્યો હતો. એફએમસીજી, આઇટી, ટેકનોલોજી, ટેલિકોમ, સીડી, મેટલ અને પાવર ઇન્ડેક્સ પણ એક ટકા ઊપરાંત સુધર્યા હતા. જ્યારે સ્મોલકેપ અને મિડકેપ સેક્ટોરલ્સ પણ અનુક્રમે 0.95 ટકા અને 0.87 ટકા સુધરીને રહ્યા હતા.

શુક્રવારે ઇન્ફોસિસના પ્રોત્સાહક પરીણામો તેમજ આઇઆઇપી સુધરીને આવ્યો હોવાના અહેવાલો ઉપકાંત યુએસ-ચીન ટ્રેડવોર અને યુએસ- ઇરાન વોરના વાદળો ધીરેધીરે વિખેરાઇ રહ્યા હોવાના અહેવાલો પાછળ સેન્ટિમેન્ટ સતત વેલ્યૂ બાઇંગ રહ્યું છે.

માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ: સેન્સેક્સ પેકની 30 પૈકી 23 સ્ક્રીપ્સમાં સુધારો નોંધાયો હતો. તે પૈકી ઇન્ડસઇન્ડ બેન્ક 3.34 ટકા, એચયુએલ 2.11 ટકા, તાતા સ્ટીલ 1.85 ટકા, મહિન્દ્રા 1.56 ટકા ને પાવરગ્રીડ 1.27 ટકા વધ્યા હતા. જોકે, ટીસીએસ 1.03 ટકા અને સ્ટેટ બેન્ક 0.50 ટકા ઘટીને રહ્યા હતા. બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 2711 પૈકી 1544 સ્ક્રીપ્સમાં સુધારો અને 984 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ પણ વેલ્યૂબાઇંગનું રહ્યું હતું.

નિફ્ટી 12300ની નજીકની હર્ડલ કૂદાવી 12400 માટે સજ્જ: નિફ્ટીએ ટેકનિકલી 12300 પોઇન્ટની નજીકની હર્ડલ કૂદાવી છે. હવે 12400-12450 પોઇન્ટ માટે સજ્જ હોવાનું એન્જલ બ્રોકીંગના સમિત ચવાણનું કહેવું છે. નીચામા નિફ્ટીએ 12296-12260નું હાયર બોટમ બનાવ્યું છે તે તૂટે નહિં ત્યાં સુધી ટોન તેજીનો જળવાઇ રહેશે. આઇટી શેર્સમાં ઇન્ફોસિસની આગેવાની હેઠળ સુધારાની ચાલ અગળ વધવા સાથે માર્કેટની સાર્વત્રિક ચાલ બુલ રનની જણાય છએ. જોકે, ટ્રેડર્સ માટે નિષ્ણાતો એવી સલાહ આપી રહ્યા છે કે, સ્ટોપલોસ હાથવગો રાખવો.

ઇન્ફોસિસનો શેર પરીણામના પગલે રૂ. 35 ઉછળ્યો
ઇન્ફોસિસનો શેર આજે રૂ. 35.15 (4.76 ટકા)ના ઉછાળા સાથે રૂ. 773.40ની સપાટીએ બંધ રહ્યો હતો. શુક્રવારે કંપનીના નફા અને આવકોમાં આકર્ષક વૃદ્ધિ ઉપરાંત પ્રોત્સાહક ગાઇડેન્સ તેમજ કંપનીના સીઇઓ સલીલ પારેખ અને સીએફઓ નિલાંજન રોય સામેની વ્હિસલ બ્લોઅરની ફરીયાદમાં કોઇ તથ્ય નહિં હોવાના અહેવાલો પાછળ શેર ઇન્ટ્રા-ડે 5.32 ટકાના ઊછાળા સાથે રૂ. 777.55ની સપાટીએ પહોંચી ગયો હતો.

મિરાઈ એસેટે નિફ્ટી નેક્સ્ટ 50 ઇટીએફ ફંડ લોન્ચ કર્યું
મિરાઈ એસેટ એમએફએ નવા એક એનએફઓ, મિરાઈ એસેટ નિફ્ટી નેક્સ્ટ 50 ઇટીએફ લઇને આવી રહી છે. એનએફઓ 13મીએ ખૂલી 21 જાન્યુઆરીએ બંધ થશે. સ્કીમ તેના આગામી વેચાણ તથા ફરીથી ખરીદી માટે 27-1-2020થી આગળ ફરીથી ખૂલશે. નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સએ ઐતિહાસિક રીતે ઉંચુ રિટર્ન આપ્યું છે, જે નિફ્ટી 50 ઇન્ડેક્સના લાંબા ગાળાની તુલના જેટલા જોખમી પ્રોફાઈની તુલના જેટલું છે, નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ કરતા દરેક મોટા ગાળા કરતા વધુ સારું રિટર્ન આપ્યું છે.

ટ્રેડિંગ સસ્પેન્શનના પગલે કોફીડે, સીજી પાવર તૂટ્યા
કોફી ડે એન્ટરપ્રાઇસિસ અને સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યૂશન્સના શેર્સને તા. 3જી ફેબ્રુઆરીના રોજથી લિસ્ટિંગ નોર્મ્સના પાલન નહિં કરવાના મુદ્દે સસ્પેન્ડ કરવાના નિર્ણય સામે કોફી ડે ઇન્ટરપ્રાઇસિંગનો શેર 4.92 ટકાની મંદીની સર્કિટ સાથે રૂ. 2.05 ઘટી રૂ. 39.65ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુસન્સનો શેર પણ 4.93 ટકાની મંદીની સર્કિટ સાથે રૂ. 10.80ની સપાટીએ બંધ રહ્યો હતો. મુંબઇ શેરબજાર અને એનએસઇ આ બન્ને શેરમાં તા. 3જી ફેબ્રુઆરીથી સોદા સસ્પેન્ડ કરશે. જોકે, બન્ને કંપનીઓ જો તા. 29 જાન્યુઆરી સુધીમાં લિસ્ટિંગ નોર્મ્સનું પાલન કરે તો સોદા સસ્પેન્ડ નહિં કરાય તેવું બન્ને એક્સચેન્જે સર્ક્યુલરમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો