• Gujarati News
  • National
  • Ahmedabad News Insurance Industries Has A Market Share Of 265 Lakh Crores Gujarat39s Share Of 9 Growth Of 20 Annually In Industries 055523

ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ 2.65 લાખ કરોડ, ગુજરાતનો હિસ્સો 9 ટકા, ઇન્ડસ્ટ્રીઝમાં વાર્ષિક ધોરણે 20 ટકાનો ગ્રોથ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આર્થિક રીતે સધ્ધર બનવા અને વેલ્થ ક્રિએટ કરવા માટે સામાન્ય લોકોમાં ફાઇનાન્સિયલ બચતના ટ્રેન્ડમાં છેલ્લા એક દાયકાથી પરિવર્તન જોવા મળ્યું છે. વૈશ્વિક સ્તરે વધી રહેલી અનિશ્ચિતત્તાના કારણે લાઇફ સિક્યોર કરવા માટે હવે સોનું, બેન્ક એફડી, રિયલ એસ્ટેટમાં મૂડીરોકાણથી કામ ચાલી જાય તેમ નથી ત્યારે આવા સંજોગોમાં લોકો ઇન્સ્યોરન્સ તરફ આકર્ષાયા છે. લાઇફ સિક્યોર કરવા અને પારિવારિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઇન્સ્યોરન્સ તરફનું આકર્ષણ વધ્યું છે. માત્ર લાઇફ ઇન્સ્યોરન્સ જ નહિં કોર્પોરેટ કંપનીઓ પણ લાયબિલિટી જાળવી રાખવા અને નફાના માર્જિનને વેગ આપવા માટે ફેક્ટરી, ઉત્પાદિત વસ્તુઓ, આયાત-નિકાસ, ફાયર સેફ્ટી માટેના ઇન્સ્યોરન્સ કરાવી રહ્યાં છે.

ઇન્સ્યોરન્સ સેક્ટરનો ગ્રોથ વાર્ષિક ધોરણે 25-30 ટકાના દરે વૃદ્ધિ સાધી રહ્યો છે. દેશમાં લાઇફ અને નોન લાઇફ ઇન્સ્યોરન્સ સેક્ટરની માર્કેટ સાઇઝ 2.65 લાખ કરોડની છે જમાં ગુજરાતનો હિસ્સો 9 ટકા રહ્યો છે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના અહેવાલ મૂજબ લાઇફ ઇન્સ્યોરન્સની માર્કેટ સાઇઝ 1.69 લાખ કરોડથી વધુની છે જ્યારે નોન લાઇફ ઇન્સ્યોરન્સનું માર્કેટ 95000 કરોડને ક્રોસ કરી ચૂક્યું છે. નોન લાઇફ ઇન્સ્યોરન્સમાં કોર્પોરેટ સેક્ટરનો હિસ્સો 70-75 ટકાનો રહ્યો છે જ્યારે અન્યમાં હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. દૈનિક ધોરણેની જરૂરીયાતોમાં અત્યારે મેડિકલ અને એજ્યુકેશન પાછળ લોકો સૌથી વધુ નાણાં ખર્ચ કરી રહ્યાં છે. મેડિકલ દિનપ્રતિદિન મોઘું થઇ રહ્યું હોવાથી લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રત્યે સજાગ બન્યા છે. આવી જ રીતે એજ્યુકેશનમાં પણ પોતાની જવાબદારી નિભાવવામાં ઘરના જવાબદાર વ્યક્તિ હવે ટર્મ ઇન્સ્યોરન્સ પણ ખરીદ કરી રહ્યાં છે. છેલ્લા એકાદ વર્ષથી ઇન્સ્યોરન્સનું માર્કેટ ઝડપભેર વધી રહ્યું હોવાથી ભારતીય શેર બજારમાં પણ ઇન્સ્યોરન્સ કંપનીનો ઉત્કૃષ્ઠ દેખાવ જોવા મળ્યો છે.

બદલાતો ટ્રેન્ડ અગાઉ વૈશ્વિક સ્તરે વધી રહેલી અનિશ્ચિતતામાં ગોલ્ડ ખરીદાતુ હવે ઇન્સ્યોરન્સ

ઇન્સ્યો.શેર્સ 50%થી વધુ ઉછળ્યાં

કંપની 19-12-18 19-12-19 તફાવત%

HDFC લાઇફ 388.25 604.95 55.81

SBI લાઇફ 582.00 969.50 65.73

ICICI લાઇફ 316.20 499.20 57.87

ICICI લુમ્બાર્ડ 868.00 1367.90 57.59

ન્યૂ ઇન્ડિયા 192.40 144.90 -24.69

{ નોન લાઇફ ઇન્સ્યોરન્સમાં કોર્પોરેટ કંપનીઓનો 75 ટકાથી વધુ હિસ્સો

{ હેલ્થ પ્રત્યે લોકો જાગ્રૃત બનતા નોન લાઇફમાં હેલ્થ ઇન્સ્યોરન્સનો રેશિયો વધ્યો

{ ઇન્સ્યોરન્સ કંપનીઓનો ક્લેઇમ રેશિયો 99 ટકાથી વધુ,
{ ઓપરેટિંગ પ્રોફિટ નહિં, ઇનવેસ્ટમેન્ટ પ્રોફિટ વધુ.

2024 સુધીમાં 5 લાખ કરોડ આંબશે

લાઇફ ઇન્સ્યો. માર્કેટ પાંચ લાખ કરોડ આંબશે

ઇન્સ્યોરન્સ સેક્ટર છેલ્લા બે વર્ષથી ઝડપી ગ્રોથ કરી રહ્યું છે. ખાસકરીને છેલ્લા એક વર્ષમાં મોટા ભાગની ઇન્સ્યોરન્સ કંપનીઓના માર્કેટમાં બમણી વૃદ્ધિ નોંધાઇ છે. લાઇફ ઇન્સ્યોરન્સ સેક્ટર અત્યારે 1.70 લાખ કરોડનું છે જે વર્ષ 2024 સુધીમાં વધીને 5 લાખ કરોડની સપાટી કુદાવી જશે તેવા સંકેતો છે. ભારતનો ગ્રોથ આગામી વર્ષોમાં ઝડપભેર વધશે. > જીગ્નેશ માધવાણી, ટોરીન વેલ્થ ગ્રુપ.

લાઇફ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીઝ 2024 સુધીમાં 5 લાખ કરોડ આંબશે

નોન લાઇફનો સરેરાશ ગ્રોથ 30%

કંપની 2018 2019 તફાવત

બજાજ એલાયન્સ 5125.90 7086.05 38.24

એડલવીસ જનરલ 30.24 51.52 70.37

ફ્યુચર જનરલી ઇ. 1154.33 1424.27 23.39

HDFC અર્ગો 4203.91 5050.56 20.14

ICICI લોમ્બાર્ડ 7304.54 6439.50 -11.84

ઇફ્કો ટોકિયો 3478.04 4129.47 18.73

કોટક મહિન્દ્રા 122.32 182.72 49.38

તાતા AIG 3269.70 3961.49 21.16

(નોંધ : આંકડા કરોડ રૂપિયામાં)

લાઇફ ઇન્સ્યોરન્સમાં બમણો ગ્રોથ

કંપની 2018 2019 તફાવત

LIC 83148.64 120172.93 44.53

ICICI પ્રુડે. 646.20 809.21 25.23

કોટક મહિન્દ્રા 206.62 377.14 82.53

મેક્સ લાઇફ 516.70 636.54 23.19

રિલા. નિપ્પોન 18.06 31.49 74.35

SBI લાઇફ 462.07 1028.31 122.75

HDFC લાઇફ 1618.18 1732.45 7.06

આદિત્ય બિરલા 2268.02 2200.81 -2.96

(નોંધ : આંકડા કરોડ રૂપિયામાં)
અન્ય સમાચારો પણ છે...