તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Inspection Of Private Schools In Frtes And Prescribed Fees Only In Rte 054509

RTEમાં પણ FRCઅે નક્કી કરેલી ફીનો જ ખાનગી સ્કૂલોનો આગ્રહ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ખાનગી સ્કૂલોમાં આરટીઈ હેઠળ પ્રવેશ લેતાં બાળકો માટે સરકાર વિદ્યાર્થીદીઠ 10 હજાર ફી ચૂકવે છે. પરંતુ ખાનગી સ્કૂલ સંચાલકો આ ફીનો વિરોધ કરી દલીલ કરે છે કે, જો સ્કૂલોની ફી સરકાર અને એફઆરસીએ જ નક્કી કરી છે તો આરટીઇના બાળકોની ફી પણ એ જ પ્રમાણે ચૂકવવી જોઇએ.

સ્કૂલ સંચાલકોએ માંગ કરી છે કે એફઆરસીએ સ્કૂલના તમામ દસ્તાવેજો અને હિસાબોને ધ્યાનમાં રાખીને સ્કૂલોની ફી નક્કી કરી છે તો સરકારે પોતે નક્કી કરેલી ફી ચૂકવવી જોઇએ. એક સ્કૂલની બે ફી નક્કી ન કરી શકાય. સ્કૂલ સંચાલકોએ આરટીઇના બાળકોની ફીને સ્કૂલોની વાર્ષિક ખોટમાં ગણવા માંગ કરી છે.

સરકાર વિસંગતિ દૂર કરે તેવી અપેક્ષા
સ્કૂલોની ફી સરકારે નક્કી કરી છે તો સરકારે આરટીઇમાં એ જ ફી ચૂકવવી જોઇએ. ભવિષ્યમાં સરકાર આ બાબતે વિચારશે તેવી સ્કૂલ સંચાલકોને અપેક્ષા છે. અલ્કેશ પટેલ, મહામંત્રી શહેર શાળા સંચાલક મંડળ

સરકારને નવેસરથી રજૂઆત કરાશે
એફઆરસીની રચના થઇ ત્યારે જ અમે માંગ કરી હતી કે સરકાર જ ફી નક્કી કરે છે તો આરટીઇના બાળકોની ફી પણ એફઆરસીએ મુજબ હોવી જોઇએ.ફરી સરકારને રજૂઆત કરીશું. મનન ચોક્સી, સ્કૂલ સંચાલક

અન્ય સમાચારો પણ છે...