ઇન્ફોસિસનો નફો 30% ગબડી રૂ. 3610 કરોડ

Ahmedabad News - infosys profit up 30 3610 crores 024659

DivyaBhaskar News Network

Jan 12, 2019, 02:47 AM IST
આઇટી મેજર ઇન્ફોસિસે ડિસેમ્બર-18ના અંતે પુરા થયેલા ક્વાર્ટર માટે ચોખ્ખા નફામાં 30 ટકા ગાબડું નોંધાવવા સાથે રૂ. 3610 કરોડ નોંધાવ્યો છે. જે આગલાં વર્ષના તેટલાંજ ગાળામાં રૂ. 5129 કરોડ હતો. કંપનીની આવકો જોકે, 20.3 ટકા વધી રૂ. 21400 કરોડ (રૂ. 17794 કરોડ) થઇ છે. કંપનીનો નફો ઘટવા સામે આવકમાં જંગી વધારો થયો છે.

કંપનીના બોર્ડે શેરધારકોને વધુ એક લહાણી કરવાના ભાગરૂપે રૂ. 8260 કરોડ(1.18 અબજ ડોલર)ની કિંમતના શેર્સ બાયબેક કરવાની દરખાસ્તને લીલી ઝંડી આપી દીધી છે. જેમાં કંપની શેરદીઠ રૂ. 800થી વધુ નહિં તેટલી કિંમતે શેર્સ બાયબેક કરશે. તેમજ શેરદીઠ રૂ. 4 ડિવિડન્ડની પણ ભલામણ કરી છે. ડિવિડન્ડ વહેંચણી પાછળ રૂ. 2107 કરોડ વપરાશે.

કિરણ મજમૂદાર શો ફરી સ્વતંત્ર ડિરેક્ટર નિમાયા

કંપનીએ કિરણ મજમૂદાર શોની સતત બીજી ટર્મ માટે સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિમણૂંક કરી છે. તેમની મુદત તા. 1 એપ્રિલ-19થી તા. 22 માર્ચ-23 સુધીની રહેશે.

ઇન્ફી પરીણામ એકનજરે

વિગત ડિસે.-18 ડિસે.-17 તફાવત% સપ્ટે.-17

આવકો 21400 17794 +20.3 20609

ચો. નફો 3610 5129 -30 4110

EPS (રૂ.) 8.30 11.27 -- 9.45

કર્ણાટક બેન્કનો નફો 61 ટકા વધ્યો

કર્ણાટક બેન્કનો નફો 61 ટકા વધ્યો: કર્ણાટક બેન્કનો ચોખ્ખો નફો 60.7 ટકા વધી રૂ. 140.41 કરોડ (રૂ. 87.38 કરોડ) થયો છે. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ વધી રૂ. 487.95 કરોડ (રૂ. 451.48 કરોડ) થઇ છે. બેન્કની ગ્રોસ એનપીએ વધી 4.45 ટકા (3.96 ટકા) થઇ છે. તેજરીતે નેટ એનપીએ 3 ટકા (2.85 ટકા) થઇ છે. પરીણામના પગલે શેર 0.61 ટકા સુધરી રૂ. 115.95 બંધ રહ્યો હતો.

રિલા. ઇન્ડ. ઇન્ફ્રા.નો નફો ઘટ્યો: મુકેશ અંબાણી જૂથની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ. (આરઆઇઆઇએલ)નો ચોખ્ખો નફો 28.8 ટકા ઘટી રૂ. 1.90 કરોડ (2.67 કરોડ) થયો છે. કુલ આવકો 2.7 ટકા ઘટી રૂ. 25.02 કરોડ (રૂ. 25.71 કરોડ) થઇ છે.

સપ્ટેમ્બર ક્વાર્ટરની સરખામણીએ નફો ઘટ્યો

કંપનીએ સપ્ટેમ્બર-18ના ક્વાર્ટરમાં રૂ. 4110 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. તે જોતાં કંપનીનો નફો આગલાં ક્વાર્ટરની સરખામણીમાં ઘટ્યો છે. કંપનીની શેરદીઠ કમાણી પણ ડિસે.-17ની રૂ. 11.27થી ઘટી રૂ. 8.30 થઇ છે.

રેવન્યુ ગાઇડેન્સમાં સુધારો કર્યો

કંપનીએ નાણાકીય વર્ષ 2018-19 માટેની આવકોનો અંદાજ સુધારી-વધારીને 8.5-9 ટકાનો કર્યો છે.

ડિજિટલ વ્યવસાય 33.1 ટકા ગ્રોથ સાથે 1.57 અબજ ડીલ્સ

ક્લાયન્ટ્સ સંબંધો સુધરવા સાથે કોન્સટન્ટ કરન્સી બેઝિસ વાર્ષિક વૃદ્ધિ 10.1 ટકાના દરે હાંસલ કરી છે. કંપનીના ડિજિટલ વ્યવસાયે પણ 33.1 ટકા વૃદ્ધિ સાથે 1.57 અબજના ડીલ્સ કર્યા છે જે કંપનીને 2019માં વિશ્વાસ સાથે પ્રવેશવાની તક સમાન છે. સલીલ પારેખ, સીઇઓ, એમડી, ઇન્ફોસિસ

X
Ahmedabad News - infosys profit up 30 3610 crores 024659
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી