તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

HKમાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલનો હવાલો ડો.ત્રિવેદીને સોંપાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ |એચકે આર્ટસ કોલેજમાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે હેમંતકુમાર શાહે રાજીનામું આપ્યા બાદ તેઓ મક્કમ રહેતાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકેનો હવાલો મનોવિજ્ઞાનના અધ્યાપક ડો. શ્વેતાંગ ત્રિવેદીને સોંપવામાં આવ્યો છે.

વાર્ષિકોત્સવ નહીં થાય, જિજ્ઞેશ મેવાણીને આમંત્રણને પગલે વિવાદ સર્જાયો હતો
બીજી તરફ કોલેજમાં જેના કારણે વિવાદ થયો હતો,તે વાર્ષિકોત્સવ આ વર્ષે ન યોજાય તેવી સંભાવના છે. આ બાબતે વિવાદ સર્જાવાની સંભાવના છે. થોડાક દિવસો પહેલા એચકે આર્ટસ કોલેજમાં કોલેજના વાર્ષિકોત્સવમાં અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને ગેસ્ટ તરીકે આમંત્રણ અપાયું હતું. ભાજપના ગુજરાત યુનિવર્સિટીના નેતાઓએ જિજ્ઞેશ મેવાણીને ચીફ ગેસ્ટ તરીકે બોલાવવા સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તેથી કોલેજ ટ્રસ્ટી મંડળે કોલેજના વાર્ષિકોત્સવ માટે હોલની ફાળવણી ન કરતા વાર્ષિકોત્સવ થઈ શક્યો ન હતો.

કોલેજ ટ્રસ્ટી મંડળના વલણના વિરોધમાં તે સમયે ઈન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે કાર્યરત હેમંત શાહે રાજીનામું ધરી દેતાં આ અંગેનો વિવાદ સર્જાયો હતો. કોલેજ ટ્રસ્ટી મંડળે હેમંતકુમાર શાહને ઈનચાર્જ પ્રિન્સિપાલ તરીકે આપેલા રાજીનામા અંગે ફેર વિચારણા કરવા કહ્યું હોવા છતાં પોતાના નિર્ણય અંગે મક્કમ રહેતા ટ્રસ્ટી મંડળે હેમંતકુમાર શાહના અનુગામીના નામની ઘોષણા કરી છે.

આ અંગે કોલેજના ટ્રસ્ટી અંબરીશ શાહે કહ્યું હતું કે,‘ એચકે આર્ટસ કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે અમે લાંબી વિચારણાના અંતે સાઈકોલોજી વિષયના અધ્યાપક ડો. શ્વેતાંગ ત્રિવેદીને ચાર્જ સોંપ્યો છે.’

અત્રે ઉલ્લેખનીય છે કે, હેમંતકુમાર શાહે કોલેજના ટ્રસ્ટીઓને લખેલા રાજીનામા પત્રમાં વાર્ષિકોત્સવ માટે હોલ નહીં ફાળવવાના નિર્ણયની આકરી ટીકા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો