• Gujarati News
  • National
  • Ahmedabad News In The Wake Of The Lockdown There Was A 39no Name39 Online Play School 055019

લોકડાઉન વચ્ચે પણ ‘ના-અટક’ ઓનલાઈન નાટ્ય શાળા યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે પણ ‘ના-અટક’ એટલે કે ના અટકતી ઓનલાઇન નાટ્યશાળા યોજાઈ. ભારત દેશમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે, તો આ એકવીસ દિવસના લોકડાઉનમાં ઘરમાં બેસીને કંટાળી ગયેલા અમદાવાદી નાટ્યરસિકો માટે ધ અર્થિંગ ગ્રુપ દ્વારા ઓનલાઇન નાટ્યશાળાનું આયોજન થયું. વિશ્વ રંગભૂમિ દિવસે ધ અર્થિંગ ગ્રૂપ દ્વારા 27થી 29 માર્ચ એમ ત્રણ દિવસીય ઓનલાઇન થિયેટર વર્કશોપનો પ્રારંભ કરવામાં આવ્યો. આ ત્રણ દિવસીય વર્કશોપમાં સ્ટુડન્ટને ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપના માધ્યમથી જોડાઈને ઓનલાઇન થિયેટર શીખી રહ્યા છે તેમ કહેતા ફાઉન્ડર પ્રફુલ પંચાલ અને ચિરાગ પારેખે કહ્યું કે વિશ્વ રંગભૂમિ દિવસના રોજ શરૂ થયેલ આ વર્કશોપમાં થિયેટરના બેઝિક પાસાં અને અલગ અલગ ઇન્ડિયન ફોક થિએટર વિશે શીખવવામાં આવ્યું. નવી રીતથી યોજાયેલ આ ઓનલાઇન થિયેટર વર્કશોપને વિદ્યાર્થીઓના સારા પ્રતિભાવો મળ્યા. ફરીથી આ ઓનલાઇન વર્કશોપ અને ઓનલાઇન વાચિકમનું આયોજન ધ અર્થિંગ ગ્રુપ દ્વારા નજીકના દિવસોમાં ફરીથી કરવામાં આવશે. આ ઓનલાઇન વર્કશોપમાં મેનજમેન્ટ ટીમ અક્ષત દરજી, ચિરાગ દેશાણી, શિવમ જાની તથા દીપ પંચાલ, મૈત્રી દવે, નિતિન ધનકાનીના સહયોગથી સફળ થયો.
અન્ય સમાચારો પણ છે...