તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News In The Vanessa Dress That Was Worn At Foi39s Wedding The Daughter Finally Gave A Final Farewell 020039

ફોઈનાં લગ્નમાં પહેરવા લીધેલા વનપીસ ડ્રેસમાં જ પુત્રીને અંતિમ વિદાય અપાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાડજમાં 11 વર્ષની બાળકી વહેલી સવારે તેના ઘર બહાર તાપણું કરી રહી હતી ત્યારે બેકાબૂ કારે તેને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું.

મીરાંમ્બિકા સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરતી ધ્રુવી શ્રોફની ફોઈના ફેબ્રુઆરીમાં લગ્ન હતાં અને તેને ત્યારે વનપીસ ડ્રેસ પહેરવાની ખૂબ જ ઇચ્છા હતી અને તેથી તેનાં માતાપિતાએ તેને એક સુંદર ડ્રેસ લાવી આપ્યો હતો, પરંતુ રવિવારે તેનું અકસ્માતમાં મોત થતાં પરિવારે તેને આ જ ડ્રેસ પહેરાવી અંતિમ વિદાય આપી હતી. આરોપી યુવક સામે સદોષમાનવ વધની કલમ (304અ) હેઠળ ગુનો નોંધાયો છે.

વાડજમાં રવિવારે વહેલી સવારે ધ્રુવી ઘર પાસે પિતરાઈ દીપાલી સાથે તાપણું કરી રહી હતી ત્યારે ભીમજીપુરાથી વિજય ક્રોસિંગ તરફ જઈ રહેલી આઈ ટ્વેન્ટીનું ટાયર ફાટતા યુવક રાહુલ સોનીએ સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ધ્રુવી પર ફરી વળી હતી. રાહુલ સોની કારમાં ટ્યૂશન જઈ રહ્યો હતો અને તેની સાથે તેની મિત્ર પણ હતી.

ધ્રુવીના કાકા જશંવતભાઈએ જણાવ્યું હતું કે, 10 ફેબ્રઆરીએ એની ફોઇના લગ્ન હતાં, જેમાં પહેરવા તેણ ખુશી ખુશી વનપીસ ડ્રેસ લીધો હતો. અચાનક રવિવારે સવારે ધડાકાભેર અવાજ આવ્યો અને કારચાલકે ધ્રુવીને ટક્કર મારતાં તે 15 ફૂટ જેટલી હવામાં ઊછળી હતી અને પછી કાર રિવર્સ લેતા તે પાછળના ટાયરમાં આવી ગઈ હતી.

ધ્રૂવી શ્રોફ

અન્ય સમાચારો પણ છે...